આહવા | વલસાડનારેલવે જીમખાના ખાતે યોજાયેલા દિવ્યાંગ ખેલ મહાકુંભમાં આહવાના
આહવા | વલસાડનારેલવે જીમખાના ખાતે યોજાયેલા દિવ્યાંગ ખેલ મહાકુંભમાં આહવાના રાણી ફળિયાના દિવ્યાંગ ખેલાડી અશોક પટેલે બી ગૃપમાં ભાલાફેંકમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી, સિલ્વર મેડલ, પ્રશસ્તિપત્ર તથા રૂ.7 હજારનું રોકડ પારિતોષિક અંકે કર્યું છે. ભીસ્યાના અમીત ઇક્તીયાભાઇ ભોયેએ સી ગૃપમાં ગોળાફેંકમાં સિલ્વર મેડલ, પ્રશસ્તિપત્ર અને રૂ. 7 હજારનું રોકડ પારિતોષિક મેળવી, ડાંગ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ડાંગના દિવ્યાંગ ખેલાડીઓને તેમના કોચ અને માર્ગદર્શક રાજેશભાઇ નરેન્દ્રભાઇ પટેલ-આહવા, અને સમીર પઠાણ-સોનગઢનું માર્ગદર્શન મળી રહ્યું છે.
દિવ્યાંગ ખેલાડીઓ ઝળક્યા