તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ટોકરવામાં મનરેગાના નાણાં ચૂકવવામાં અખાડા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોકરવામાં મનરેગાના નાણાં ચૂકવવામાં અખાડા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢતાલુકાના ટોકરવા ગામે રહેતા એક મનરેગા યોજનાનાં લાભાર્થીને એના હકના નીકળતા નાણાં ચૂકવવા માટે તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ બાય બાય ચારણી ની માફક ફેરવતા હોવાની વિગત બહાર આવી છે. લાભાર્થીને તાલુકા પંચાયતના કર્મચારી કહે છે કે તમારા નાણાં ભૂલથી અન્ય ના બેંક ખાતામાં જમા થઇ ગયા છે. જ્યારે બેંક ખાતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, નાણાં તો જમા આવ્યા છે પણ યોગ્ય લેટર મળે તો નાણા ટ્રાન્સફર કરી શકાય.

સોનગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરન્ટી યોજનાની અમલવારીમાં ઘણી જગ્યે ધુપ્પલ ચાલતું હોવાની ફરિયાદ સપાટી પર આવે છે, પરંતુ લાગતા વળગતા અધિકારીઓ અને કર્મચારીઓ સુધરવાનું નામ લેતા નથી. આવા એક કિસ્સો તાલુકાના ટોકરવા ગામે બહાર આવ્યો છે. ગામના રહેવાસી એવા ગામીત રાયસિંગભાઈ મોવલીયાભાઈ ગત તારીખ 11/4 થી 16/4 અને 18/4 થી 23/4/16 સુધી મસ્ટર નંબર 435 અને 979થી ગ્રામ પંચાયતના માધ્યમથી ચાલતી મનરેગા યોજનામાં મજૂરી કામ કર્યું હતું. કામ પેટે એમને બે તબક્કા મળી કુલ 1680 રૂપિયા મજૂરી મળવા પાત્ર છે. ગત એકાદ માસ પહેલા ગામના અન્ય લાભાર્થીઓના બેંક ખાતામાં એમના નીકળતા મજૂરી ના નાણાં જમા થઇ ગયા છે, પરંતુ રાયસિંગભાઈના બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતામાં કોઈ રકમ જમા થઇ હતી. બાબતે બે-ત્રણ વખત તાલુકા પંચાયત મનરેગા વિભાગમાં તપાસ કરવામાં આવી હતી પરંતુ નાણાં બાબતે કોઈ સંતોષકારક જવાબ મળ્યો હતો. જોકે, પાછળથી એમને જણાવવામાં આવ્યું કે એમના નાણાં ભૂલથી બીજા ના ખાતામાં જમા થઇ ગયા છે. બાબતે રાયસિંગભાઈએ ગુરુવારે તાલુકા પંચાયત ખાતે મનરેગા વિભાગમાં તપાસ કરતા એમને પ્રોગ્રામ મેનેજર દ્વારા બેન્ક ઓફ ઇન્ડિયાને ઉદેશીને એક પત્ર લખી આપવામાં આવ્યો હતો. એમાં જણાવ્યા પ્રમાણે રાયસિંગભાઈના બીઓઆઇ ના ખાતા નંબર 245110510003783 માં નાણાં જમા થવાના બદલે ખાતા નંબર 245110510003787 માં ભૂલથી જમા થઇ ગયા હોય રકમ પરત ખાતામાં ટ્રાન્સફર કરવા વિનંતી કરાઈ હતી. પત્ર લઇ રાયસિંગ ભાઈ બેન્ક પર પહોંચતા બેન્ક અધિકારીએ તપાસ કરી જણાવ્યું કે આવી કોઈ રકમ કોઈ ખાતામાં જમા થઇ નથી. આમ તાલુકા પંચાયતના જવાબદાર કર્મચારીઓની આડોડાઈને કારણે મનરેગા લાભાર્થી રાયસિંગ પોતાના નીકળતા હકના નાણાં મેળવવા અહીં તહીં ભટકી રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારી બાબતે યોગ્ય તપાસ કરી મૂળ લાભાર્થીને એના નાણાં મળી જાય એવી કાર્યવાહી હાથ ધરે જરૂરી છે.

ટીડીઓ શું કાર્યવાહી કરે હવે જોવું રહ્યું

બાબતેસોનગઢ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સી વી લટા નો મોબાઈલ પર સંપર્ક કરવા પ્રયત્ન કરવામાં આવતા એમણે ફોન રિસીવ કર્યો હતો. હવે એઓ અરજદારના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા જરૂરી લેટર ઉપલબ્ધ કરાવશે કે કેમ જોવું રહ્યું.

અન્ય કિસ્સામાં પણ મજૂરીના નાણાં મળ્યા નથી

નાણાં તો જમા થયા છે પરંતુ યોગ્ય લેટર મળશે એટલે નાણાં ટ્રાન્સફર કરી શકાશે

^ ટોકરવા ગામ ના અરજદાર રાયસિંગભાઈના ખાતામાં નાણાં જમા થયા નથી પરંતુ અન્યના ખાતામાં એમના નાણાં જમા થઇ ગયા છે હકીકત છે.સદરહુ અરજદાર ગુરુવાર ના દિવસે બાબતે બેંક માં સ્ટાફ સાથે વાતચીત કરી હશે મને મળ્યા નથી. નાણાં અન્યના ખાતામાં જમા થવા બાબતે બેંકની કોઈ ભૂલ નથી. નાણાં અરજદાર ના ખાતા માં ફરી થી ટ્રાન્સફર કરવા જે બેંક માંથી સમગ્ર રકમ નો આર્ટિંજીએસ થયો હશે બેંક નો લેટર જરૂરી છે.આ લેટર ઉપલબ્ધ થયે થી રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. > યુ.સી.ગામીત,મેનેજર,બેંક ઓફ ઇન્ડિયા, સોનગઢ બ્રાન્ચ.

બેંક અધિકારીને લખેલો પત્ર.

સોનગઢ તાલુકાના ટોકરવા ગામે મનરેગા યોજનામાં કામ કર્યા બાદ પોતાના નાણાં નહિ મળ્યા હોવાના હજી બે થી ત્રણ કિસ્સા હોવાનું પણ જાણવા મળ્યું છે. એક મહિલા લાભાર્થી પણ નાણાં મેળવવા ચક્કર કાપી રહી હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. સ્થાનિક ગ્રામ પંચાયત અને મનરેગા યોજનાના વહીવટકર્તાઓ બાબતે યોગ્ય નિરાકરણ કરે જરૂરી છે.

તા.પંચાયત કહે છે કે તમારા નાણાં ભૂલથી અન્યના ખાતામાં જમા થયા છે, બેંક કહે છે યોગ્ય લેટર ઉપલબ્ધ નથી થયો

લાપરવાહી | સોનગઢ તાલુકાના ટોકરવા ગામે રહેતા મનરેગા યોજનાનો લાભાર્થી મુશ્કેલીમાં મુકાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો