તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘કોંગ્રેસના મિત્રો શેખચલ્લીનાં સ્વપ્ન જોઈ રહ્યા છે’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘કોંગ્રેસના મિત્રો શેખચલ્લીનાં સ્વપ્ન જોઈ રહ્યા છે’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાતમાંસને 1995 થી ખાતું ખુલતું નથી અને કોંગ્રેસના મિત્રો શેખચલ્લીના સ્વપ્નની માફક ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવા ની વાત કરી રહી છે.જોકે એમનું સ્વપ્ન કદી સાકાર થઇ શકવાનું નથી. ભાજપની સરકારમાં ગુજરાતનો વિકાસ કૂદકે અને ભૂસકે વધી રહ્યો છે. આગામી સમયમાં પણ રાજ્યમાં ભાજપનું શાસન યથાવત રહેવાનું છે એની તમને ખાત્રી આપું છું. શબ્દો વ્યારા ખાતે યોજાયેલ દક્ષિણ ગુજરાત બુથ કાર્યકર્તા મહાસંમેલન અને અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે ઉપસ્થિત કાર્યકર્તાઓ ને સંબોધતા જણાવ્યા હતા.

આગળ જણાવ્યું કે સમગ્ર દેશમાં ગુજરાત ભાજપનું સંગઠન આદર્શ સંગઠન છે. કોંગ્રેસ ભૂતકાળમાં 450 સાંસદો સાથે રાજ કરતી હતી તે હવે માત્ર 44 સાંસદો સાથે સમેટાઈ ગઈ છે. કોંગ્રેસે ગત સમયમાં મહારાષ્ટ્ર, હરિયાણા, કાશ્મીર આસામ જેવા રાજ્યોમાં સતામાં હતી ત્યાંથી સાફ થઇ ગઈ છે. જ્યાં હતું ત્યાં લૂંટાઈ ગયું ત્યારે હવે નથી ત્યાં શું શોધવા નીકળ્યા છો. એવો કટાક્ષ અમિત શાહે કર્યો હતો.

અમિત શાહે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલગાંધી પાર ચૂટકી લેતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ અઢી વર્ષમાં શું કર્યું એવું રાહુલ બાબા પૂછી રહ્યા છે, પણ મારે કહેવું છે કે અઢી વર્ષના સમયમાં ભાજપની કેન્દ્ર સરકાર પર વિરોધ પાર્ટીઓ દ્વારા ભ્રષ્ટાચારનો એક પણ આક્ષેપ થયો નથી. કોંગ્રેસના છેલ્લા દશ વર્ષના શાસનમાં રૂપિયા 12 લાખ કરોડના ગોટાળા બહાર આવ્યા હતા. ત્યારે દેશની જનતા કોંગ્રેસને પૂછે છે કે રૂપિયા ક્યાં લઇ ગયા. ભૂતકાળમાં દેશની સરહદની સ્થિતિ ચિંતાજનક હતી સામે પારથી ગોળીબાર શરૂ થઇ જતો હતો. જોકે હવે સ્થિતિ હવે બદલાઈ છે આમ છતાં રાહુલ બાબા કહે છે કે ગોળીબારની ઘટના તો હજી પણ થાય છે મારે રાહુલબાબાને કહેવું છે કે તમે પહેરેલા ઇટાલિયન ચશ્મા હવે તો ઉતારો. ગોળીબારની શરૂઆત તો પાકિસ્તાન દ્વારા થાય છે પરંતુ એનો અંત આપણી સેનાના જવાનો કરી રહ્યા છે, અને ઈંટ નો જવાબ પથ્થરથીની માફક આપવામાં આવી રહ્યો છે. આપણા પાડોશી પાકિસ્તાનના મિયાં નવાઝ શરીફ આપણું કાશ્મીર માંગવા નીકળેલા પરંતુ એમને બલુચિસ્તાનમાં એવા ઉલઝાવી દીધા છે કે એમને શું થઇ રહ્યું છે ખબર પડતી નથી સરકારની સિદ્ધિ છે.

વિવાદની નહિ પણ વિકાસની રાજનીતિ ભાજપ કરે છે

રાજ્યનાભાજપના અધ્યક્ષ એવા જીતુભાઇ વાઘાણીએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું કે આપ જેવા હજ્જારો કાર્યકર્તાઓને કારણે ભાજપ આજે રાજ્યમાં અને કેન્દ્રમાં શાસન ચાલવી રહ્યું છે.રાજ્યમાં સૂકી પડેલ વનરાજીમાં જીવન પુરવાનું કામ ભાજપા કર્યું છે. ભાજપ રાજનીતિમા માનતો પક્ષ નથી પણ વિકાસ ની રાજનીતિમાં માને છે.ભારત માતા ને પરમ વૈભવે પહોંચાડવાનું કાર્ય આપણે સહુએ ભેગા મળી ને કરવાનું છે. આવનાર સમયમાં કોંગ્રેસ દ્વારા જાતભાતની અફવા ફેલાવવા માં આવનાર છે ત્યારે એનાથી જરા પણ વિચલિત થવાની જરૂર નથી.

કોંગ્રેસ ભૂતકાળમાં 450 સાંસદો સાથે રાજ કરતી હતી તે હવે માત્ર 44 સાંસદો સાથે સમેટાઈ ગઈ છે

કોંગ્રેસદિવાસી સમાજનો માત્ર ઉપયોગ કર્યો છે ગણપતભાઈવસાવાએ જણાવ્યું કે, આદિવાસી સમાજના ભાઈબહેનોને પછાત રાખવાનું કામ કોંગ્રેસે કર્યું છે. આદિવાસી સમાજનો ઉપયોગ કોંગ્રેસે વોટબેન્ક તરીકે ઉપયોગ કર્યો છે. કેન્દ્રમાં સાઠ વર્ષના સમય જેટલી કોંગ્રેસની સરકાર હતી. સમયે આદિવાસીના કલ્યાણ અર્થે એક સ્વતંત્ર આદિવાસી મંત્રાલય પણ આપ્યું હતુ. કોંગ્રેસે આદિવાસી સમાજ માટે 40 વર્ષોમાં અંદાજિત 9000 કરોડ ફાળવ્યા હતા, જયારે ભાજપની રાજ્ય સરકારે માત્ર 15 વર્ષમાં કૂલ ~40,000 કરોડ ફાળવી આદિવાસી વિસ્તારોમાં પણ વિકાસના કામો થાય બાબતે ની ચિંતા રાખી છે.

વ્યારાના દક્ષિણ ગુજરાત બુથ કાર્યકર્તા મહાસંમેલન અને અભિવાદન કાર્યક્રમાં ઉપસ્થિત લોકો.

વ્યારાનાં દ.ગુજરાત બુથ કાર્યકર્તા મહાસંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું સંબોધન

કાશ્મીર માંગવા માટે નીકળેલા મિયાં નવાઝ શરીફને બલુચિસ્તાનમાં ઉલઝાવી દીધા છે

પાકિસ્તાનની ગોળીઓનો જવાબ લશ્કર દ્વારા ગોળાઓથી આપવામાં આવી રહ્યો છે

વિરોધીઓએ અઢી વર્ષમાં કેન્દ્રની ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારનો એક આક્ષેપ કર્યો નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો