ભાસ્કર ન્યૂઝ. સોનગઢ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સોનગઢ
સોનગઢ તાલુકાના જામખડી ગામે કોતર ઉપર બનાવવામાં આવેલા ચેકડેમનો એક હિસ્સો ગત બે વર્ષ પહેલા તૂટી જવાથી એમાં પાણી સંગ્રહ થઈ શકતો નથી આ બાબતે તંત્રનું ઘ્યાન દોરવા છતાં એને રિપેર કરવા બાબતે ઘ્યાન આપવામાં નહીં આવતાં આજે પણ કોતરમાંથી અમૂલ્ય પાણી વહી રાાં છે.
આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રાા હોવાનું નોંધાયું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાય ચેકડેમ તૂટેલા હોવાને કારણે સંગ્રહ થવા યોગ્ય અમૂલ્ય પાણી કોતરમાં વહી રાાં છે. તાલુકાના જામખડી ગામથી હીરાવાડી ગામના રસ્તાથી નજીકથી એક કોતર વહે છે. આ કોતર પર ત્રણેક વર્ષ પહેલા એક ચેકડેમનું નિર્માણ કરાયું હતું. ચેકડેમ થકી આસપાસના ખેડૂતોને સિંચાઈના પાણી આપવા સાથે બોર તથા કૂવાનાપાણીના સ્તર ઉચા આવે એવો આશય હતો.
આ ચેકડેમમાં બે વર્ષ અગાઉ ભરવામાં આવેલ પાણીના કારણે એની માટીની દીવાલ ધોવાઈ જતાં ગાબડું પડયુ હતું. આ ગાબડાને કારણે ચેકડેમનું તમામ સંગ્રહિત થયેલ પાણી વહી ગયા હતાં. આ બનાવ બાદ ગત ઉનાળાના સમયમાં ગામના કેટલાક ખેડૂતોએ એકત્ર થઈ ચેકડેમ રિપેર કરવા બાબતે તંત્રમાં રજૂઆત કરી હતી. આ સંદર્ભે આશ્વાસન પણ આપ્યું હતું. પંરતુ નવાગામ ચેકડેમ બનાવવામાં વ્યસ્ત રહેતા તંત્ર દ્વારા આ ગાબડુ રિપેર કરવા કોઈ પ્રયાસ કરાયો નથી.
આ વર્ષે પણ ચેકડેમમાંથી પાણી કોતરમાં વહી રાાં છે. આ અંગે તપાસની માગ ખેડૂતોએ કરી હતી.
હજી પણ પાણી સંગ્રહની તક છે
આ બાબતે ગામના અગ્રણી ખેડૂત એવા હીરાભાઈ વી. ગામીતના જણાવ્યા પ્રમાણે ચેકડેમનું આ ગાબડુ બે ત્રણ ટ્રેકટર માટી તથા કોંક્રિટ વડે પુરી શકાય છે. હજી ચોમાસાના દવિસો બાકી છે ત્યારે તંત્ર પાસે ચેકડેમ હજી પણ પાણી સંગ્રહની તક છે. આ બાબતે સમયસર પગલા ન ભરવામાં આવે તો ચેકડેમ બનાવવા પાછળ થખયેલા ભ્રષ્ટ્રાચારની વિગત સાથે ગામનું એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગરની વાટ પકડનાર છે.
રૂમખડી ગામે ચેકડેમનુંગાબડું બે વર્ષેય યથાવત્