તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પૂર્ણ કદની શિવાજી મહારાજની પ્રતિમા મૂકવા જગ્યા ફાળવવા માંગ

પૂર્ણ કદની શિવાજી મહારાજની પ્રતિમા મૂકવા જગ્યા ફાળવવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ | સોનગઢમાં વસવાટ કરતા મહારાષ્ટ્રીયન સમાજના સભ્યોએ છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણકદની ઘોડા સાથેની પ્રતિમા મુકવા જગ્યાની માંગણી સાથે પાલિકા ખાતે આવેદનપત્ર આપ્યું હતું.

અંગે શિવાજી યુવક મંડળના નેજા હેઠળ નગર પાલિકા ખાતે લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. પ્રમુખ ગૌતમભાઈ શિરસાઠ અને કમલેશભાઈ મરાઠે, યોગેશભાઈ મરાઠે અને અન્ય સભ્યો આપેલ અરજીમાં જણાવ્યા પ્રમાણે સોનગઢના સેન્ટ્રલ પોઇન્ટ પાસેના શિવાજી ચોકમાં છત્રપતિ શિવાજી મહારાજની ઘોડેસવારી સાથેની પૂર્ણ કદની પ્રતિમા મુકવાનું મહારાષ્ટ્રીયન સમાજે નક્કી કર્યું છે. અંગે શિવાજી ચોક માં 3×5 ફૂટની જગ્યા પ્રતિમા મુકવા માટે ફાળવી આપવા ગત 2010 થી રજુઆત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...