તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સોનગઢના પીપળ ગામ પાસે થયેલા અકસ્માતમાં આધેડને ગંભીર ઇજા

સોનગઢના પીપળ ગામ પાસે થયેલા અકસ્માતમાં આધેડને ગંભીર ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢસેરુલા રોડ પર આવેલ પીપળ ગામ પાસે સર્જાયેલ અકસ્માતના બનાવમાં બે બાઈક અથડાતાં એક આધેડને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે બીજા બાઈક સવારને પણ ઇજા થતાં તેને હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો હતો.

સોનગઢ તાલુકાના પીપળકૂવા ગામે રહેતા જાનાભાઈ ધૂળજીભાઈ ગામીત (50) મંગળવારે પોતાના પુત્રના સાસરે લીંબી ગામે કામ અર્થે ગયા હતા. એઓ પોતાનું કામ પૂર્ણ કરી બપોરના સમયે બાઈક લઈ પરત પીપલકૂવા ગામે આવવા નીકળ્યા હતા. એઓ બાઈક સાથે સેરુલા ગામ નજીક આવેલ પીપળ પાસેથી પસાર થતા હતા. ત્યારે એક બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. બનાવમાં બંને બાઈકસવાર રોડ પર પટકાતા એમને માથા અને પગના ભાગે ઇજા થઇ હતી. બનાવમાં જાનાભાઈ ગામીત (50)ને પ્રમાણમાં ગંભીર ઇજા થતાં એમને તાત્કાલિક 108 વાનમાં સારવાર માટે સોનગઢ રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અન્યત્ર ખસેડવાની તૈયારી જોવા મળી હતી. આજ બનાવમાં અન્ય બાઈક સવાર રાજેશભાઇ ચીમનભાઈ વસાવા ને પણ ઇજા થતાં એમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અંગે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. પીપળ અને તેની આસપાસના વિસ્તારમાં રસ્તો અત્યંત ખરાબ હોય અકસ્માતના બનાવોમાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...