• Gujarati News
  • National
  • ઉચ્છલ ખાતે નિરીક્ષકો દ્વારા કોંગી કાર્યકરોના મંતવ્ય લેવામાં આવ્યાં

ઉચ્છલ ખાતે નિરીક્ષકો દ્વારા કોંગી કાર્યકરોના મંતવ્ય લેવામાં આવ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
172નિઝર વિધાનસભાના કોંગ્રેસના ટિકિટ વાંચ્છુક ઉમેદવારો તેમજ કાર્યકરોને નિરિક્ષકો સંજયભાઈ, રૂકસાનાબહેન કાદરી અને જ્યોતિબહેન દેસાઈએ ઉચ્છલ સરકીટ હાઉસ ખાતે મંતવ્યો લીધા બાદ ઉચ્ચસ્તરેથી નામ નક્કી કરવામાં આવશે તેને સહુએ વધાવી જીતાડી લાવવાની આપણા સુહની જવાબદારી હોવાનું જણાવ્યું હતું. ઉચ્છલ ખાતે 172 નિઝર વિધાનસબા મત વિસ્તારના સંભવિત ઉમદેવારો તેમજ કાર્યકરોના મંતવ્યો લેવા આવેલા નિરીક્ષકો સંજયભાઈ પટવાએ જણાવેલ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીની ગાઈડલાઈન મુજબ જે કોઈ ઉમેદવારના દાવેદાર તથા કાર્યકરોએ એકબીજા પર દોષારોપણ કર્યા વગર રજૂઆત કરવી તમારી સચોટ રજૂઆતોને ધ્યાને લેવામાં આવશે. આજે કોંગ્રેસ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે. ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જે કોઈ ઉમદેવારનું નામ ઉચ્ચસ્તરેથી નક્કી થાય તેને વધાવી તેને જીતાડી લાવતા કાર્યકરોને હાંકલ કરી હતી. અવસરે ટિકિટ વાંચ્છુક ઉમદેવારો, સેંકડો કાર્યકરો, તાપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગામીત, તાપી જિલ્લા પંચાયત પ્રમુખ ગજરાબહેન ચૌધરી, જિલ્લા પ્રવક્તા મોહસીન સૈયદ સોનગઢ, ઉચ્છલ નિઝર અને કુકુરમુંડા તાલુકા પ્રમુખ વગેરે હાજર રહ્યાં હતાં.

ઉચ્છલમાં કોંગી આગેવાનોએ ઉમેદવારને સાંભળ્યા

અન્ય સમાચારો પણ છે...