• Gujarati News
  • ચોરવાડ ગામે ગરનાળાની સાઈડ પર તાકીદે પૂરાણ કરવા માગણી

ચોરવાડ ગામે ગરનાળાની સાઈડ પર તાકીદે પૂરાણ કરવા માગણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢતાલુકાના ચોરવાડથી વ્યારાના ચીખલી ગામને જોડતા આરસીસી રસ્તા પર આવેલ એક ગરનાળા સાઈડ પર યોગ્ય મટિરીયલ્સ વડે પૂરાણ કરવાનું બાકી રહી જતા અહીંથી પસાર થતા વાહનધારકો અગવડ અનુભવી રહ્યા છે. સ્થળે માર્ગ મકાન વિભાગ તાકીદે સમારકામ હાથ ધરે તેવી તીવ્ર માગ ઉભી થઇ છે.

સોનગઢ અને વ્યારા તાલુકાના ગામડાઓને જોડતો અગત્યના એવા ડોસવાડા -ચોરવાડ-વ્યારા માર્ગ પર ગરનાળું આવેલ છે. ચોરવાડથી વાયા ચીખલી થઇ વ્યારા સુધી જવાનો રસ્તો વાહન ધારકો માટે અતિ ઉપયોગી છે. રસ્તા પર ચોરવાડથી અંદાજીત 4 કિમીનો માર્ગ આરસીસી બનાવાયો હતો. રસ્તાની કામગીરીમાં પણ જેતે સમયે વેઠ ઉતારવામાં આવી હોય રસ્તો સાવ તકલાદી બન્યો હતો. રસ્તો જયાંથી શરૂ થાય સ્થળે એક બેઠા ઘાટનું ગરનાળું આવેલ છે.

ચોમાસાના સમયમાં એમાંથી વરસાદી પાણી વહેતા જોવા મળે છે. ગરનાળાનું કામ એજેન્સી દ્વારા જેતે સમયે અધૂરું મૂકી દેવામાં આવ્યું હતુ. ગરનાળાની સરક્ષણ દીવાલ પણ બનાવાય નથી સાથે ગરનાળાની સાઈડ પણ ખૂલ્લી પડી છે. સ્થળે અધૂરું બાંધકામ કરી છોડી દેવામાં આવ્યું છે અને સાઈડ પર પણ પૂરાણ કરવામાં આવ્યું નથી.

સ્થળે અજાણ્યા વાહન ધારકો રસ્તાને લગોલગ આવેલ નજીકના ખાડામાં અકસ્માતે પડવાની ઘટના ભૂતકાળમાં નોંધાઈ છે. અંગે સ્થાનિક લોકો ગરનાળાની સાઈડનું પૂરાણ યોગ્ય મટિરીયલ્સ વડે તાકીદે કરવામાં આવે તેવી માગ કરી છે.

તાકીદે સમારકામ હાથ ધરવા માગ રસ્તો

^સોનગઢઅને વ્યારા તાલુકાને જોડતો અગત્યનો રસ્તો છે. રસ્તા પરથી સારા એવા પ્રમાણમાં વાહનો પસાર થાય છે. ચાર કિમીના આરસીસી રસ્તા પર ઠેરઠેર ગાબડા પડી ગયા હતા ત્યારે સતત રજૂઆત બાદ સરકારી તંત્રે આરસીસી રસ્તા પર ડામરના થીગડાં મારી પોતાની કામગીરીની મિશાલ પેશ કરી છે. ગરનાળાના અધૂરા કામને સ્થળે પણ અવારનવાર અકસ્માતના બનાવ નોંધાય રહ્યા છે. ત્યારે વિભાગ તાકીદે સમારકામ હાથ ધરે એવી અમારી માંગ છે. >રણજીતભાઈ યુ.ગામીત,પ્રમુખ,દેવલીમાડી યુવક મંડળ સોનગઢ

જોખમ