તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જિલ્લા કલેકટર દ્વારા ધમોડીથી લોક સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત

જિલ્લા કલેકટર દ્વારા ધમોડીથી લોક સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં૨૫મી,સપ્ટેમ્બરથી ૦૨જી, ઓકટોબરદરમિયાન લોક સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. ઝુંબેશના પ્રથમ દિવસે તાપી જિલ્લાના કલેકટર બી.સી પટણીએ સોનગઢ તાલુકાના ધમોડી ગામેથી લોક સ્વચ્છતા ઝુંબેશનો શુભારંભ કરાવ્યો હતો.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ધમોડી ગામે લોક સ્વચ્છતા ઝુંબેશ સપ્તાહની ઉજવણીના શુભારંભ પ્રસંગે ગ્રામજનો અને શાળાના બાળકોએ રેલી કાઢીને સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સંદેશને ઘરે ઘરે પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમના શુભારંભ પ્રસંગે ગામના લોકો અને શાળાના બાળકોએ સફાઇ ઝુંબેશ પણ હાથ ધરી હતી. જિલ્લા કલેકટર બી.સી પટણીએ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને લોક સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવાનો આશય સ્પષ્ટ કરી જીવનમાં સ્વચ્છતાના મહત્વ અંગે વિગતે સમજ આપી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.કે વસાવાએ પણ કાર્યક્રમનો હાર્દ સ્પષ્ટ કરતું પ્રાસંગિક ઉદ્દબોધન કરી ગ્રામજનોને સ્વચ્છતા અને આરોગ્યના સીધા સંબંધ અંગે ઉપયોગી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેકટર બી.સી પટણી, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.કે વસાવા, ઇન્ચાર્જ સહાયક માહિતી નિયામક નટુભાઇ પટેલ અને ગામના મહિલા સરપંચ સહિતના મહાનુભાવોએ ઘરઘર શૌચાલય યોજનાના લાભાર્થીઓના શૌચાલયોનું ખાતમુહૂર્ત કર્યું હતું. જે ઘરમાં શૌચાલયનું બાંધકામ પૂર્ણ થઇ ગયું છે એવા ઘરોની મુલાકાત લઇ શૌચાલયોનું નિરીક્ષણ કર્યું હતું.

શાળાના બાળકોએ સફાઇ ઝુંબેશ હાથ ધરી

અન્ય સમાચારો પણ છે...