• Gujarati News
  • તાપીના સાતેય તાલુકામાં વરસાદની મહેર યથાવત

તાપીના સાતેય તાલુકામાં વરસાદની મહેર યથાવત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપીજિલ્લામાં મેઘરાજાએ ધામો નાંખતા છેલ્લા 24 કલાક દરમિયાન સૂર્યોદયના દર્શન થવા દેવાની સાથે વાદળછાયા વાતાવરણના પગલે ચોમાસુ જામી ગયું છે.

રવિવારથી સોમવારના સાંજે 6.00 કલાક સુધી વ્યારા, વાલોડ, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા, ડોલવણ તાલુકામાં એક ઈંચથી બે વરસાદ નોંદાયો હતો. તાપી જિલ્લાના તમામ નદી નાળા, ખેતરો, તલાવોમાં પાણીના સ્તર વધી ગયા છે. બીજી તરફ સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતો ખેતરોમાં પાણ ભરાતાં પાણીના નિકાલ કરવા ખેડૂતોની મુશ્કેલી વધી હતી.

વાલોડમાં સૌથી વધું 69 મીમી વરસાદ

તાપીજિલ્લા ખાતે રવિવારે સાંજે 4.00 કલાકથી સોમવારે સવારે 6.00 કલાક સુધી વ્યારામાં 64 મિમી, વાલોડ 69 મિમી, સોનગઢ 59 મિમી, ઉચ્છલમાં 47 મિમી, નિઝરમાં 26 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો.