• Gujarati News
  • ઉકાઈના બંધ ક્વાર્ટર્સમાંથી ઇલેક્ટ્રિક સામાન બિનવારસી મળ્યો

ઉકાઈના બંધ ક્વાર્ટર્સમાંથી ઇલેક્ટ્રિક સામાન બિનવારસી મળ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરુવારેરાત્રીના સમયે ઉકાઈપીએસઆઈ એસ. એમ. સાધુ અને સ્ટાફ દ્વારા ઉકાઈ કોલોની વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગ હાથ ધરાયું હતુ. દરમિયાન ઉકાઈના 24 બંગલા વિસ્તારમાં આવેલ એક બંધ મકાનમાં નવીનકોર ઇલેક્ટ્રિક એસેસરીઝ બિનવારસી પડેલ છે. એવી બાતમીસ્ટાફને મળી હતી. બાતમીના આધારે પોલીસે સેક્ટર 3 રૂમ નંબર ઓબી/19 ના સ્થળે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખંડેર થઈ ગયેલ મકાન માંથી કેટલીક ઇલેક્ટ્રિક એસેસરીઝ બિનવારસી મળી આવી હતી.

એસેસરીઝમાં વિનય કંપનીની એમસીબી સ્વીચ નંગ 135 કિંમત રૂપિયા 13365 અને યુની ટ્રીપ એમસીબી સ્વીચ 6 નંગ કિંમત રૂપિયા 1182 મળી આવી હતી. સાથે ગોલ્ડ લાઈન એમસીબી સ્વીચ 6 બોક્ષ માં 72 નંગ અને 4 છુટ્ટી મળી કૂલ 76 એમસીબી સ્વીચ કિંમત 12388 તથા મારવેલ મ્યુઝીકલ ડોરબેલ નંગ 16 કિંમત 1360 રૂપિયા અને કિરીટ ડીંગ ડોરબેલ નંગ-2 કિંમત 160 મળી કુલ રૂપિયા 28455ની કિંમતની ઇલેક્ટ્રિક એસેસરીઝ બિનવારસી હાલતમાં મળી આવી હતી. એસેસરીઝ અહી ખંડેર મકાનમાં છુપાવવા પાછળનો આશય સ્પષ્ટ થયો નથી. એસેસરીઝ કોઈક ઇસમે ઇલેક્ટ્રિકની દુકાનમાંથી ચોરી કરી અહી છુપાવ્યા બાદ નિકાલ કરવાના ઈરાદે અહી મૂકી હોવાની પણ સંભાવના છે. અંગે ઉકાઈ પોલીસે જીપી એકટ 102 મુજબ તમામ મુદામાલ સીઝ કર્યો હતો.