• Gujarati News
  • વલસાડનાકાંજણરણછોડ ગામમાં રહેતા અને સેલવાસમાં કસ્ટમ ઈન્સ્પેકટર તરીકે નોકરી

વલસાડનાકાંજણરણછોડ ગામમાં રહેતા અને સેલવાસમાં કસ્ટમ ઈન્સ્પેકટર તરીકે નોકરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડનાકાંજણરણછોડ ગામમાં રહેતા અને સેલવાસમાં કસ્ટમ ઈન્સ્પેકટર તરીકે નોકરી કરતા કાર ચાલક દારૂના નશામાં કાર હંકારી ધરમપુર રોડ ઉપર કાંપરીયા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક પર જઈ રહેલા પરિવારને અડફેટે લઈ અકસ્માત સર્જયો હતો. અકસ્માતમાં બાઈક ચાલકનો જમણો પગ ઘટના સ્થળે છૂટો પડી ગયો હતો. જેમને હોસ્પિટલમાં લઈ ગયા બાદ પાંચ મીનીટમાં મોત નિપજયું હતું. જયારે તેમની ઘાયલ પત્ની અને પુત્રીને કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

વલસાડના રોણવેલ ગામમાં તંતાડીયા ફળિયા ખાતે રહેતા ભરતભાઈ કાળીદાસભાઈ પટેલ પત્ની સુધાબેન ઉ.વ.40 અને પુત્રી આશ્રુતિ ઉ.વ.13 સાથે પોતાના સંબંધીના ઘરે ચાંદલા વિધિમાં જઈ રહ્યા હતા ત્યારે વલસાડના ધરમપુર રોડ ઉપર કાંપરીયા ગામ પાસેથી પસાર થતી વેળા સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી ઈન્ડીકા કાર ના ચાલક અમ્રત ઉક્કડભાઈ પટેલ (રહે.કાંજણ રણછોડ, તા.જી.વલસાડ) દારૂના નશામાં ધૂત થઈ પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી બાઈક સવાર ભરતભાઈ અને તેમના પરિવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલક ભરતભાઈને ગંભીર ઈજા થતા તેમનો જમણો પગ ઘટના સ્થળે છૂટો પડી ગયો હતો. લોહી લુહાણ હાલતમાં તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ પગ છૂટો પડી જવાના કારણે લોહી નીકળી જતા તેમનું પાંચ મિનીટની સારવારના અંતે મોત નિપજયું હતું. ઘાયલ પત્ની અને પુત્રીને સારવારઅર્થે કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.