• Gujarati News
  • સેલવાસના વોર્ડ નં. 4 અને 6 માં પાણી આવતા લોકોમાં ખુશી

સેલવાસના વોર્ડ નં. 4 અને 6 માં પાણી આવતા લોકોમાં ખુશી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસપાલિકા વિસ્તારમાં પીવાના પાણી માટે 15 એમએલડીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરાયો છે. હાલ પાલિકા વિસ્તારને પુરતું પાણી મળી રહે એવી વ્યવસ્થા થઇ ગઈ છે. બીજી તરફ નવી પાઈપલાઈન નંખાઇ રહી છે. જૂના 1 હજાર નળ કનેક્શનને હાલ દિવસમાં બેથી ત્રણવાર પાણી અપાઈ રહ્યું છે.

સેલવાસ પાલિકાના વોર્ડ નં.6 ના સીરકેવાડી વિસ્તારમાં પીવાના પાણીને લઇ સીરકેવાડીની મહિલાઓનો કકળાટ સંભળાતા કમિટિના સભ્યો અને વોટર સપ્લાયના અધિકારીઓ સીરકેવાડી પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા. સીરકેવાડી ગાર્ડન સામે લગભગ 400-500 લોકોએ પીવાના પાણીને લઇ હાલાકીનો સામનો કરવા પડતો હતો. સ્ટેન્ડિંગ કમિટીના સુમન પટેલ, અમ્રત પટેલ, આરીફ શેખ તેમજ વોટર સપ્લાયના ગજુલ બોરસાએ વિસ્તારની મહિલાઓ સાથે વાતચીત કરી સમસ્યાનું સમાધાન કર્યું હતું. તેમજ ગજુલ બોરસાએ પાણીની પાઈપ લાઈનની ચકાસણી કરી નવી લાઈન નાંખવાની મંજૂરી સ્થળ પર લેવાઈ હતી. જો કે નવી લાઈન નંખાઇ ત્યાં સુધી ટાંકી થકી પાણીની સપ્લાય અપાશે.

નળમાં પાણી આવતા લોકોમાં ખુશી વ્યાપી ગઇ હતી.

પાણીની સમસ્યામાં ઘણી રાહત થઇ છે

^અમારે પાણી લેવા માટે દૂરદૂર સુધી જવું પડતું હતું. જેની જાણ અમારા વોર્ડ નં.4 ના પાલિકા સભ્ય આરીફ શેખને કરી હતી. જેમણે અમારી સમસ્યાનું સમાધાન અહી પાણીની ટાંકી મુકી કરાવ્યું છે. અહી લગભગ 300 થી વધુ લોકો રહે છે. લગભગ દરેક લોકો કામકાજ અર્થે દિવસ દરમિયાન બહાર હોય છે. કેટલીક ગૃહિણી પણ નાના મોટા કામકાજ કરે છે. આજે અમારા ઘરની નજીક ટાંકી લગાવી પાઈપ લાઈન દ્વારા નળ લગાવી આપવાથી અમારી પાણીની સમસ્યામાં ઘણી રાહત મળી છે. > સુનિતાબેનદીનાનાથ સીંગ, રહીશ,વોર્ડ નં.4

નવી પાઇપ લાઇન નાંખવાનું જણાવ્યું છે

^અમારે ત્યાં બોરવેલમાં પાણી ખૂટી ગયા છે. હાલ અમારા વોર્ડ નબર 6 માં પીવાના પાણીને લઇ દરેક મહિલાઓએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. આજે અમારે ત્યાં પાલિકાના વોટર સ્ટેન્ડિંગનાં સભ્યો આવ્યા અમારી તકલીફ જોઈ અને નવી પાઈપ લાઈન નાંખી આપવાનું જણાવ્યું છે. ત્યાર સુધી પાણીની ટાંકી દ્વારા પાણીની સપ્લાઈ અપાશે એમ જણાવ્યું છે. આજ દિન સુધી અમારા વિસ્તારથી ચૂંટાયેલા પાલિકાના સભ્ય રાકેશ ભાઈ ચૌહાણ અમારા વિસ્તારની મુલાકાતે આવ્યા નથી. > જયોત્સનાબેનઅમ્રતભાઇ સોલંકી, રહીશ,વોર્ડ નં.6

दैनिक भास्कर¾

પાણીની સમસ્યા

સમાધાન હળીમળીને