તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દાનહમાં રોડ માટે 402 વૃક્ષ કાપી નંખાશે

દાનહમાં રોડ માટે 402 વૃક્ષ કાપી નંખાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાનહનાસેલવાસ-રાંધા રોડને ફોરલેન કરવા આવનારા દિવસોમાં 402 વૃક્ષો કાપી નાંખવામાં આવશે.

દાનહમાં ફિરંગીઓ જ્યારે આવ્યા હતા ત્યારે અહીંના વનોને ધ્યાનમાં રાખી પોર્ટુગીસ ભાષામાં સિલ્વા એટલે વન શબ્દ પરથી સિલવાસા નામ રાખ્યું હતું. પ્રદેશની આઝાદીના ત્રણ દસક બાદ ઉદ્યોગીકારણ થયું અને હજારો વૃક્ષની બલી વિકાસના નામે ચડાવી દેવાઈ છે. હાલ સેલવાસ રાંધા રોડને ફોરલેન બનાવવાની તૈયારી ચાલી રહી છે. સેલવાસનાં કિલવણી નાકાથી લઇ સીલી ફાટક સુધીમાં 402 જેટલા વૃક્ષો કાપવાની તૈયારી થઇ ચૂકી છે. અધિકારી પાસે મળતી માહિતી મુજબ સેલવાસ સીલી રોડને હાલ ફોરલેન બનાવાઈ રહ્યો છે. હાલના રોડની બંને સાઈડ આવતા 402 જેટલા વૃક્ષોને કાપવા માટેની પરવાનગી લેવાઇ ચૂકી છે. તેમજ ફોરલેનમાં આવતા નાળાઓને પહોળા કરી દેવાયા છે. આવનારા 18 મહિના બાદ સેલવાસથી સીલી જતો રોડ ફોરલેન બની જશે પણ રોડની બંને બાજુએ આવેલા ઘટાદાર વૃક્ષો જોવા નહીં મળશે. વૃક્ષો કાપવાનું કામ પીડબ્લ્યુડી કરશે અને કપાયેલા તમામ વૃક્ષોના લાકડાઓ વન વિભાગ પોતાના ડેપોમાં જમા કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દાનહમાં ભૂતકાળમાં પ્રશાસન દ્વારા વૃક્ષો કાપવા કોઇ મંજૂરી લેવામાં આવતી હતી અને જે તે સમયે પીપરીયા-રખોલી રોડ, સેલવાસ-નરોલી ચોકડીથી સાઇલી જતા રોડ ઉપરના સેંકડો વૃક્ષો પ્રશાસન દ્વારા કોઇપણ મંજૂરી વગર કાપી નાંખવામાં આવ્યા હતા. તો સેલવાસ બસ સ્ટોપ પાસે પણ 70 થી 80 વર્ષ જૂના સંખ્યાબંધ વૃક્ષો કાપી નાંખવાને લઇ ભારે વિવાદ સર્જાયો હતો. તે સમયે કેટલીક સામાજીક સંસ્થાઓ દ્વારા આરટીઆઇ હેઠળ પ્રશાસનના સંબંધિત વિભાગ પાસે વૃક્ષો કોની મંજૂરીથી કાપ્યા તે અંગે માહિતી માગી હતી. જેને લઇ તે સમયના જવાબદાર વિભાગના અધિકારીઓને માહિતી આપતા પરસેવો પડી ગયો હતો. જોકે, ત્યારબાદ પ્રશાસન દ્વારા વૃક્ષો કાપવા પરવાનગી લેવાની પ્રથા શરૂ કરી દીધી છે.

ખડોલી-ખાનવેલ ફોરલેનમાં વૃક્ષોનું નિકંદન થશે

દાનહનીમુખ્યસુંદરતા અહીંના વનો છે. જેનું નિકંદન નીકળી રહ્યું છે. હાલ સેલવાસથી સીલી જતા લગભગ 5 કિલોમીટર જેટલો રોડ બનાવવામાં 402 જેટલા વૃક્ષો કપાઈ રહ્યા છે. બીજીતરફ રખોલીથી ખડોલી અને ખડોલીથી ખાનવેલ ફોરલેન બનાવવામાં હજારો વૃક્ષનો ભોગ લેવાશે. કેટલાક જાણકારોનું માનવું છે કે, દાનહ પ્રશાસને ઓછામાં ઓછા વૃક્ષોનો ભોગ લેવાય, જેથી કરી પ્રદેશની સુંદરતા કાયમ રહે. પણ દિલ્હીથી આવતા બાબુઓ દર બે ત્રણ વર્ષે બદલાઈ જાય છે. આવનારા નવા