• Gujarati News
  • ખાનવેલથી સેલવાસ તરફ જઇ રહેલા બાઇક ચાલકના જમણા પગે ત્રણ ફ્રેકચર

ખાનવેલથી સેલવાસ તરફ જઇ રહેલા બાઇક ચાલકના જમણા પગે ત્રણ ફ્રેકચર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાનવેલથી સેલવાસ તરફ જઇ રહેલા બાઇક ચાલકના જમણા પગે ત્રણ ફ્રેકચરસેલવાસખાનવેલ રોડ પર થયલી એક રોડ ર્દુઘટનામાં એક બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ ચાલકને પ્રથમ ખાનવેલ સરકારી દવાખાને લઈ જવાયો હતો. પણ ત્યાંથી તેને તરત સેલવાસની સિવિલ ખાતે રીફર કરાયો હતો. ટક્કરથી ઘાયલ થયેલા બાઈક ચાલકના જમણા પગમાં ત્રણ ફ્રેકચર હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માિહતી મુજબે ખનવેલના િચસદા ખાતે રહેતો સંદીપ સાપટા ઉ.વ. 30 પોતાની બાઈક નંબર ડીએન-09-એચ-5345 પર સવાર સેલવાસથી ખાનવેલ તરફ જઈ રહ્યો હતો. ત્યારે બિન્દ્રાબીન નજીકના ચઢાણ પર ખાનાવેલથી સેલવાસ તરફ આવી રહેલી પોલીસ પેટ્રોિલંગ વેન નંબર ડીએન-09-ઈ-0019 ના ચાલક લહું મિસાળે વેન પરનો કાબૂ ગુમાવી દેતા બાઈકને અડફેટે લીધી હતી. ઘટનામાં સંદીપ સાપટેનો પગ ત્રણ જગ્યાથી ફ્રેકચર થયો હતો. ઘટનાની જાણ થતા સેલવાસ પોલીસ દોડી ગઈ હતી. ઉપસ્થિત પ્રત્યક્ષ દર્શીઓના જણાવ્યા પ્રમાણે પોલીસ વેનનો ચાલક લહું મિસાળ દારૂ પીધેલી હાલતમાં હતો. જેના કારણે વેન પરનો કાબૂ ગુમાવતા બાઈક સવારને જોરદાર ટક્કર મારી હતી. વધુમાં મળેલી માહિતી પ્રમાણે પોલીસ વેન ચાલકને સસ્પેન્ડ કરાયો છે.

સેલવાસ એસપીએ તમામ પોલીસ ગાડીના ચાલકોને બોલાવી દરેકના બ્લડ સેમ્પલ લેવડાવ્યા હતા. ડ્યુટી પર દારૂ પીધેલી હાલતમાં પકડાશે પોલીસ જવાન કે અધિકારી િવરૂદ્ધ કડક પગલા લેવાનો આદેશ કર્યો હતો.