તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જમીન અધિગ્રહણ નિયમોમાં ફેરફાર મુદ્દે વિરોધ

જમીન અધિગ્રહણ નિયમોમાં ફેરફાર મુદ્દે વિરોધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાદરાઅને નગર હવેલી યુથ કોંગ્રેસ દ્વારા હાલની ભાજપા સરકાર દ્વારા લેન્ડ એક્વિઝિશનના બીલમાં કરવામાં આવેલા બદલાવના વિરોધમાં મંગળવારે પ્રશાસકને આવેદનપત્ર આપ્યું હતું અને પાર્લામેન્ટમાં બદલાયેલા કાયદા સાથે રજૂ થનાર જમીન અધિગ્રહણના કાયદાનો વિરોધ દર્શાવ્યો હતો. પ્રસંગે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના સેક્રેટરી અને સંઘપ્રદેશના પ્રભારી ઉત્કર્ષા મેડમ પણ હાજર રહ્યા હતા.

મુદ્દે દિલ્હી થી આવેલા ઉત્કર્ષા મેડમે જણાવ્યું કે, પ્રદેશમાં અનેક ખેડૂતો છે અને આગામી દિવસમાં જો લેન્ડ એક્વિઝિશનનો કાયદો જે મૂળ કોંગ્રેસે બનાવીને રજૂ કર્યો હતો, જેમાં ખેડૂતોને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા હતા. 7માસ બાદ સત્તા પર આવેલી ભાજપા સરકાર દ્વારા કાયદો પાસ થાય તે પૂર્વે તેમાં અનેક બદલાવો કર્યા છે, અને હવે બદલાવ ખેડૂતોના હિતમાં નથી. આની સામે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવા સાથે પ્રદેશમાં પણ કિશાન સત્યાગ્રહ કરવામાં આવશે. કાયદાના વિરોધ માટે સહી જુબેશ અને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, તેવુ પણ સંઘપ્રદેશના પ્રભારીએ જણાવ્યુ હતુ.

પ્રસંગે દાનહ યુથ કોંગ્રેસ ના અધ્યક્ષ અભિનવ ડેલકરે જણાવ્યું કે પ્રદેશમાં અનેક લોકો ખેતી પર નભે છે અને કયદો જો અમલમાં આવશે તો તેનો ભોગ ખેડૂત બનશે અને જમીન પણ સરકાર લઇ લેતા તે પોતાનું પેટીયું પણ રળી નહીં શકે માટે ભાજપા દ્વારા કરવામાં આવેલા લેન્ડ એક્વિઝિશનના કાયદામાં ફેરફારનો વિરોધ કરવામાં રેલી તેમજ સહી જુબેશનું આયોજન કરી વિરોધ કરવામાં આવશે આજે મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસ ના કાર્યકરો એકત્ર થઇને આદિવાસી ભવનમાં બેઠક કરી હતી અને બાબતે તેમણે પ્રશાસકને આવેદન આપીને વિરોધ દર્શાવ્યો હતો.

દાનહ કોંગ્રેસ પ્રભારી તથા યુથ કોંગ્રેસ પ્રમુખે આવેદન પત્ર આપ્યું