તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભાડાંબાબતે થયેલી બબાલમાં રીક્ષા ચાલકને વાપીના ડુંગરી ફળિયામાં હિન્દી

ભાડાંબાબતે થયેલી બબાલમાં રીક્ષા ચાલકને વાપીના ડુંગરી ફળિયામાં હિન્દી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાડાંબાબતે થયેલી બબાલમાં રીક્ષા ચાલકને વાપીના ડુંગરી ફળિયામાં હિન્દી સ્કૂલની સામે લોખંડના સળિયાથી હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડી હતી. હુમલાનો ભોગ બનેલા ચાલકને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. ડુંગરા પોલીસે એક મહિલા સહિત ચાર આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાપીના ડુંગરા સ્થિત 100 શેડ વિસ્તારમાં રહેતા અનુરાગ પ્રમોદભાઇ મિશ્રા શુક્રવારે રાત્રે પોતાની રીક્ષા લઇને સેલવાસ માર્ગ ઉપર જઇ રહ્યા હતા ત્યારે ડુંગરી ફળિયા સ્થિત હિન્દી સ્કૂલની સામે આરોપી રામચંદ્ર યાદવ, અવધેશ યાદવ, રમેશ યાદવ તથા રામચંદ્રની માતાએ રીક્ષાને આંતરી હતી. રીક્ષા ભાડાં બાબતે અગાઉ થયેલી બબાલની અદાવત રાખીને રામચંદ્ર, અવધેશ તથા રમેશે લોખંડના સળિયાથી હુમલો કરીને માથા તથા પીઠના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.

જ્યારે રામચંદ્રની માતાએ નાલાયક ગાળો આપી હતી. ઇજા ગ્રસ્ત અનુરાગ મિશ્રાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ડુંગરા પોલીસે મહિલા સહિત ચાર આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાપી ડુંગરામાં રીક્ષાના ભાડાં બાબતે ચાલક પર સળિયાથી હુમલો