• Gujarati News
  • ઉદ્યોગો સ્થાપવા માટે 7દિવસમાંNAની પરવાનગી મળી જશે

ઉદ્યોગો સ્થાપવા માટે 7દિવસમાંNAની પરવાનગી મળી જશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસમાંનવી ઉદ્યોગ નીતિ જાહેર કર્યા બાદ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રેવન્યુ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી સેક્રેટરી દ્વારા એક આદેશ બાહાર પાડીને જાહેર કરવામાં આવ્યું કે દાદરા અને નગર હવેલીમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગોની સુવિધા માટે હવેથી માત્ર 7 દિવસમાં એનએ ની પરવાનગી આપવામાં આવશે. જેને લઇને દાનહમાં નવા ઉદ્યોગકારોને તેમના નવા એકમો સ્થાપવા માટે સગવડ થઇ પડશે. પ્રાપ્ત વિગતો મુજબ ઉદ્યોગોના વિકાસ માટે પ્રશાસને મહત્વનો નિર્ણય લીધો છે. અનેક ઔદ્યોિગક પ્રસ્તાવો માટે એનએ મેળવવા માટેની પરવાનગી માત્ર 7 દિવસમાં મળી જશે. એનએની અરજી આવ્યા ના 7 દિવસમાં પરવનગી આપી દેવાશે. જોકે જાહેરાત થતાં અનેક ઉદ્યોગકારોને સેલવાસની આસપાસમાં જમીન લેવા માટે સહેલાઇ રહેશે. નિયમના કારણે જમીનોના ભાવો પણ આસમાને પહોંચે તો નવાઇ નહીં.