• Gujarati News
  • વલસાડ આરપીએફ મેદાન પાસે બે બસ અથડાતા એકને ઈજા

વલસાડ આરપીએફ મેદાન પાસે બે બસ અથડાતા એકને ઈજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બંને બસોના કાચ તૂટીને ભૂક્કા થઇ ગયા

ભાસ્કરન્યૂઝ. વાપી

વલસાડનારેલવે ઓવર બ્રિજ નજીક ધરમપુર રોડ ઉપર આવેલા આરપીએફ મેદાન પાસે સોમવારે મોડી રાત્રે નાસિકથી વલસાડ તરફ આવી રહેલી બસના ડ્રાયવરે સેલવાસ થી અમદાવાદ તરફ જઈ રહેલી બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. સેલવાસની બસમાં મુસાફરી કરી રહેલી એક યુવતીને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ઘટનાસ્થળે મળેલી માહિતી મુજબ નાસિક-વલસાડનો ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હોવાથી અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ સોમવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ ધરમપુર રોડ ઉપર આવેલ રેલવે ઓવરબ્રિજ પસાર કરીને આરપીએફ મેદાન પાસે નાસિકથી વલસાડ તરફ જતી અને સેલવાસથી અમદાવાદ તરફ જતી એસટી બસ એક બીજા સાથે પાછળથી ધડાકાભેર અથડાઈ હતી. નાસિક- વલસાડ બસનો ડ્રાઈવર નટુ છીબા નાયકા દારૂ પીધેલી હાલતમાં હોવાથી સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આગળ જતી સેલવાસ-અમદાવાદ બસને પાછળથી ધડાકાભેર અથડાવી હતી. ઘટનામાં વાપી થી વલસાડ આવી રહેલી અને સેલવાસની બસમાં મુસાફરી કરી રહેલી મહેસાણાની નિલમ પ્રજાપતિને નાની મોટી ઈજા પહોંચી હતી. મોડી રાત્રે બનેલા બનાવની જાણ આસપાસના લોકોને થતાં તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે મોકલી આપી હતી.

નાશીકથી બસચલાવીને વલસાડ આવી રહેલા બસ ડ્રાઇવર નટુ છીબા નાયકા દારૂ પી ને બસ ચલાવી રહ્યા હોવાની જાણકારી પોલીસે આપી હતી. તેને તપાસ માટે િસવિલ હોિસ્પટલમાં લઇ જવામાં આવ્યો હતો. જો સાિબત થશે તો તેની સામે સસ્પેન્શન સુધીન કાર્યવાહી થઇ શકે છે. દારૂ પી ને બસ ચલાવવાની પહેલી ઘટના નથી. હદ તો ત્યારે થાય છે, જયારે એસટી બસોમાં સેલવાસ અને દમણથી મોટી માત્રામાં દારૂનો વેપલો કરવામાં આવતો હોવાનું વારંવાર બહાર આવ્યું છે.

સેલવાસ-અમદાવાદ બસમાંમુસાફરી કરી રહેલી નિલમ પ્રજાપતિ વલસાડ આવવા માટે સોમવારે રાત્રે વાપીથી બેઠી હતી. મૂળ મહેસાણાની રહેવાસી નિલમ પ્રજાપતિ વલસાડ ઇન્ટરવ્યૂ આપવા માટે આવી રહી હતી. િનલમના જણાવ્યાનુસાર તે બસમાં બેઠી હતી અને અચાનક જોરથી બોમ્બ ફૂટયો હોય તેવો ધડાકો થયો હતો. તેને ભારે આંચકો લાગતા સામેની સીટ પર તે જોરથી અફડાઇ હતી. પોતાના બચાવમાં તેણે હાથ આગળ કરી દેતા બંને હાથે ઇજા પહોંચી હતી.

દારૂ પીધેલી હાલતમાં બસ ચલાવવાની પહેલી ઘટના નથી

વલસાડ ઇન્ટરવ્યૂ આપવા જતી હતી અને હોિસ્પટલમાં પહોંચી