• Gujarati News
  • લોક જનશક્તિ પાર્ટીનો 15 મો સ્થાપના દિવસ ઉજવાયો

લોક જનશક્તિ પાર્ટીનો 15 મો સ્થાપના દિવસ ઉજવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોક જનશક્તિ પાર્ટીનો 15 મો સ્થાપના દિવસ ઉજવાયો

સેલવાસ : દેશનીસાતમી રાષ્ટ્રીય પાર્ટી લોક જનશક્તિ પાર્ટીનો 15મો સ્થાપના દિવસ સેલવાસની એક હોટલમાં ઉજવાયો હતો. પાર્ટીના સ્થાપક રામવિલાસ પાસવાન દ્વારા કરાઈ હતી. હાલ દેશની સાતમી રાષ્ટ્રીય પાર્ટી છે. બિહાર રાજ્યમાં 7 સાંસદો તેમજ 17 ધારાસભ્યો છે. દાનહ લોક જનશક્તિ પાર્ટીના પ્રદેશ પ્રમુખ રાજન સોલંકીએ જણાવ્યું હતું કે, અમારા રાષ્ટ્રીય પ્રમુખ રામવિલાસ પાસવાન હાલ કેન્દ્રમાં ખાદ્ય અને ગ્રાહક મંત્રાલયના કેબીનેટ મંત્રી છે. તેમને દાનહ ખાતે સરકારી સસ્તા, અનાજની દુકાનોમાં ચાલી રહેલી ગોબાચારી તેમજ રેશનકાર્ડ બનાવવા થતી અગવડો તેમજ બીજી અનેક સમસ્યાઓથી અવગત કરાવ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, આવનારા િડસેમ્બર મહિનામાં રામવિલાસ પાસવાન દાનહની મુલાકાતે આવવાના છે.



પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે કાર્યકર્તાઓ તેમજ પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.