• Gujarati News
  • લીકર એકસાઇઝની નીતિને લઇ આવેદનપત્ર

લીકર એકસાઇઝની નીતિને લઇ આવેદનપત્ર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલાના િનયમને આધારે નવા હોટલ તથા બાર ચાલકો મુસીબતમાં મૂકાયા

ભાસ્કરન્યૂઝ. સેલવાસ

હાલમાંચાલી રહેલી લીકર એકસાઇઝની નીતિને લઇ સાંસદે પ્રશાસકને આવેદનપત્ર આપ્યું હતું. મંગળવારે સાંસદ નટુભાઈ પટેલ અને હોટલ એસોસીએશનના પ્રમુખ ફતેસિંહ ચૌહાણે તેમજ બાર અને હોટલ માલિકોએ દાનહ પ્રશાસક આશિષ કુન્દ્રાને એક આવેદન પત્ર સોપ્યું હતું. પત્રમાં જણાવાયું હતું કે, છેલ્લા 2-3 વર્ષમાં લીકર એકસાઇઝની નીતિઓ બદલાઈ છે. જેના કારણે પહેલાનાં નિયમના આધારે નવી બનાવાયલી હોટલો તેમજ બાર ચાલકો હાલ મોટી મુસીબતમાં મુકાયા છે. તેમજ બાર લાયસન્સ રીન્યુઅલ કરાવવામાં પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે દાનહ ખાતે હાલ લીકરની કવોટા સીસ્ટમ છે. જે દૂર કરાય અને અનલીમીટેડ કવોટા કરાય એવી રજૂઆત કરતું આવેદનપત્ર મંગળવારે પ્રશાસકને સોપાયું હતું. વધુમાં સાંસદ નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે, દાનહમાં પ્રવાસીઓ આવતા હોય છે. જેને ધ્યાનમાં રાખી લીકર કવોટા સીસ્ટમ હટાવવા જોઇએ. આવેદનપત્ર આપવા માટે સાંસદ સાથે બાર માલિકો અને હોટલ માલિકો આવ્યા હતા. જેમને દાનહ પ્રશાસક આશિષ કુન્દ્રાએ આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, હું વિષયે હોમ મીનીસ્ટ્રીમાં વાત કરી સુખદ નિવેડો આવે એવો પ્રયત્ન કરીશ.