• Gujarati News
  • દુષ્કર્મ કરનારને શનિવાર સુધીના રિમાન્ડ મળ્યા

દુષ્કર્મ કરનારને શનિવાર સુધીના રિમાન્ડ મળ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ | દાનહનાલુહારી ગામની એક યુવતીને લગ્ન કરવાના ખોટા વચનો આપી અનેકવાર દુષ્કર્મ કરનારને સેલવાસ કોર્ટે શનિવાર સુધીના રિમાન્ડ આપ્યા હતા. લુહારી ડુંગરીપાડામાં રહેતા નીલેશ વરઠા નામક વ્યકિતએ પોતાના પ્રેમમાં ફસાવી એક યુવતી સાથે અનેકવાર દુષ્કર્મ કર્યો હતો. નીલેશ વરઠાની હકીકત ત્યારે સામે આવી જ્યારે યુવતી ગર્ભવતી બની હતી. ગર્ભવતી યુવતીએ પોતાની સાથે નીલેશને લગ્ન કરવા માટે જણાવ્યું હતું. યુવતી દ્વારા વધુ દબાણ કરવાથી નીલેશે પોતે પરણિત હોવાની સાથે એક બાળકનો પિતા હોવાનું જણાવ્યું હતું. લગ્નનાં ખોટા વચનો આપી અનેકવાર દુષ્કર્મ કરનાર નીલેશ વરઠાના વિરુદ્ધ યુવતીએ સેલવાસ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદ બાદ નીલેશની ધરપકડ પોલીસે કરી હતી. તેમજ સેલવાસ કોર્ટ પાસે શનિવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.યુવતી સાત મહિનાનાં ગર્ભથી છે. હાલ યુવતી પોતાને ન્યાય મળે એની આશા રાખી રહી છે.