• Gujarati News
  • JCI ઝોન ઉપપ્રમુખ તરીકે વરણી

JCI ઝોન-ઉપપ્રમુખ તરીકે વરણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
JCI ઝોન-ઉપપ્રમુખ તરીકે વરણી

વલસાડ| જુનિયરચેમ્બર ઇન્ટરનેશનલ વલસાડના જેસી દિપેશ શાહની સુરત ખાતે યોજાયેલી ઝોન કોનફ્રન્સમાં જેસીઆઇ ઝોન 8ના ઝોન ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. દિપેશ શાહ જેસીઆઇ વલસાડના 2013ના પ્રમુખ તરીકેની પ્રશંસનીય કામગીરી બદલ જેસીઆઇ વલસાડ દ્વારા 2015ના વર્ષ માંટે ઝોન ઉપપ્રમુખ તરીકે તેમની દાવેદારી નોંધાવી હતી.ત્યારબાદ સુરત ખાતે યોજાયેલી ઝન કોન્ફરન્સમાં તેમની ઝોન ઉપપ્રમુખ તરીકે વરણી થઇ હતી.તેમને ઝોન પ્રમુખ જેસી હેમલ શાહ જેસીઆઇ નડિયાદ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા.તેમણે પોતાના સંબેાધનમાં 2015નું તેમનું વિઝન રિસ્પેકટ જેસી સમજાવ્યુ હતુ.તેમણે ઉમેર્યુકે સમાજના છેવાડાના વ્યકિત સુધી પહોચી તેમના જીવનમાં પ્રકાશ લાવવાના કાર્યો દ્વારા આપણે એક આદર્શ સમાજનું નિર્માણ કરી શકીશું.આજુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ વિશ્વના વિવિધ દેશોમાં યુવાનોના વ્યક્િતત્વ વિકાસ માંટે કાર્યરત છે.2015માં તેના 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે.જેસીઆ ઇનિડયા 24 ઝોનમાં વહેચાયેલુ છે.જેમાં 8 ઝોન એટલે કે નડિયાદથી સેલવાસ સુધીના ઝોનમાંવ્યકિતત્તવ વિકાસ, સામાજીક કાર્યો, લોક જાગૃિત,વ્યવસાયીક વિકાસ વિવિધ બાબતો અંગે કાર્ય કરવા ટીમની રચના પણ કરાશે.કાર્યક્રમ દરમિયાન દિપેશ શાહે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.