• Gujarati News
  • વાપીમાં વૃદ્ધાનો અછોડો તોડનાર ઝડપાયો

વાપીમાં વૃદ્ધાનો અછોડો તોડનાર ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવાળીઅગાઉના સમયે ગુંજન વિસ્તારમાં અછોડા તોડની અનેક અવાર-નવાર બની હતી. જેને લઇ પોલીસની ઉંઘ હરામ થઇ ગઇ હતી. ત્યારે પોલીસે ચેઇન સ્નેચરોને ઝડપવા વધુ ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ. જેના પગલે દિવાળી પહેલાં ગુંજન વિસ્તારમાં કુબેર ગલીમાં એક વૃદ્ધાની ચેઇન તોડી ભાગેલા ચોરને અને ચોરીની ચેઇન ખરીનારા સોનીની પણ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે સોનીની ધરપકડ કરતાં જ્વેલર્સ આલમમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

વાપીમાં દિવાળી અગાઉ સમી સાંજે કૃષ્ણ મંદિર જતાં જ્યોત્સનાબેન મેરવાણના ગળામાંથી બાઇક પર સવાર યુવાન ચેઇન તોડી ફરાર થઇ ગયો હતો. ચોર પોતે ચોરેલી સોનાની ચેઇન સેલવાસના સોનીને વેંચવા માટે ગાર્ડન પાસે મળવાનો હોવાની બાતમી એલસીબીને મળતાં એલસીબી પીઆઇ વી. બી. બારડ તેમજ તેમના સ્ટાફના કાંતિલાલ મગનલાલ અને પ્રશાંત શાંતિલાલે વોચ ગોઠવી ચણોદ ગામમાં રહેતા ચોર તોડનારા કુલદીપ રમાકાન્ત પાઠક (ઉ.વ.૨૦) અને ચેઇન ખરીદનાર સોની નિતીન દર્શન દયાલઅગ્રવાલ રહેવાસી સેલવાસને ઝબ્બે કર્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. ૨૫ હજારની મત્તાની ચેઇન કબજે લીધી હતી. તેમજ ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલું સ્કૂટર પણ કબજે લીધું હતુ.