Home » Daxin Gujarat » Vapi » Silvassa » દાનહની જનતાએ 10 વર્ષનો હિસાબ ચૂકતે કરવાનો જયઘોષ કરી દીધો છે: મોહન ડેલકર

દાનહની જનતાએ 10 વર્ષનો હિસાબ ચૂકતે કરવાનો જયઘોષ કરી દીધો છે: મોહન ડેલકર

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:05 AM

આદિવાસી વિકાસ સંગઠનની સાયલીમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી

  • દાનહની જનતાએ 10 વર્ષનો હિસાબ ચૂકતે કરવાનો જયઘોષ કરી દીધો છે: મોહન ડેલકર
    આદિવાસી વિકાસ સંગઠનની 30વર્ષ પૂર્વે જગાવેલી જ્યોત આજે પણ અખંડ છે તે આજની જનમેદનીએ સાબિત કરી દીધુ છે. પ્રદેશની જનતાએ આવનાર ઉજ્જવળ ભવિષ્યનો આજે જયઘોષ કરી દીધો છે. દાદરા નગર હવેલીના માજી સાંસદ અને આદિવાસી વિકાસ સંગઠનના પ્રમુખ મોહનભાઇ ડેલકરે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે સાયલી મેદાનમાં ખૂણેખૂણેથી ઉમટેલા આદિવાસીઓની જનમેદની વચ્ચે આ શબ્દો ઉચ્ચાર્યા હતા.

    મોહનભાઇ ડેલકરે જણાવ્યંુ હતુ કે, 10વર્ષનો હિસાબ ચૂકતે કરવાનો સંદેશો પ્રદેશની જનતાએ આજની મહાસભામાં ઉપસ્થિત રહીને આપી દીધો છે. ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યકાળને સાથે જોડવાનો હવે સમય આવી ગયો છે. કારણકે આપણુ અતિત આપણા સિદ્ધાંતો છે તે વિચારધારા લઈને ચાલવુ પડશે. પ્રદેશના ઉજ્જવળ ભવિષ્ય માટે બધાએ સામુહિક પ્રયાસો કરવા પડશે. મોહનભાઇ ડેલકરે હાલની સ્થિતિને લઈ વધુમા જણાવ્યુ કે જનતાએ મુકેલા વિશ્વાસમા ખરો ઉતરીશ અને સાથે સાથે શિક્ષિત નવજુવાનોને રોજગાર મારી પહેલી પ્રાથમિકતા છે. ડેલકરે ખુબજ લાગણીભર્યા સ્વરમા જણાવ્યુ કે પ્રદેશની એકતા અને સમાજના ભાઈચારાને કદી કમજોર નહિ થવા દઈશ. જેવી રીતે દાનહના વિકાસમા દરેક સમાજનુ યોગદાન રહ્યુ છે. તેવી રીતે આજે પણ આદિવાસી સમાજની સભામા દરેક સમાજના લોકોનુ યોગદાન રહ્યુ છે.તેવી રીતે આજે પણ આદિવાસી સમાજની સભામા દરેક સમાજના લોકોનુ યોગદાન રહ્યુ છે, તેની મને અત્યંત ખુશી છે.આ સભાને જિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઈ કાકવા,ઉપપ્રમુખ મહેશભાઈ ગાવિતે પણ સંબોધી હતીઅને તેઓએ પ્રદેશની આજની બેરોજગારની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી.પ્રદેશને વિકાસની મુખ્યધારામા લાવી શકે તેવા મોહનભાઇ ડેલકર એક જ નેતા છે. તેને સામે રાખીને નિર્ણયો લેવા પડશે તેવી લાગણી લોકો આ સભા માધ્યમથી પ્રદેશવાસીઓ સમક્ષ વ્યક્ત કરી હતી. આ સભામા ડેલકર પરિવાર તરફથી મોહનભાઇ ડેલકરના મોટા બહેન ચંદનબેન અને ઇન્દુબેન,ધર્મપત્ની કલાબેન,પુત્ર અભિનવની હાજરી હતી. ઉપરાંત ડો.ટી.પી.ચૌહાણ, કાકડ નિકુળીયા, કમલેશ પટેલ,દિપક પ્રધાન, સુરેશ કોટીયાન, જિગીષાબેન પટેલ, આયોજક કમિટીના જસવન પટેલ, અજય પટેલ, દિપક પટેલ,ગુલાબ પટેલ, ધર્મેશ પટેલ સહિત આદિવાસી વિકાસ સંગઠનના મોટી સંખ્યામા કાર્યકરો હાજર રહ્યા હતા. સભાનુ સંચાલન દિપક પટેલ અને જસવન પટેલે કર્યું હતુ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending