• Home
  • Daxin Gujarat
  • Vapi
  • Silvassa
  • ‘દાનહમાં માજી સાંસદ મોહન ડેલકરે આદિવાસીઓનો વિકાસ રૂંધ્યો છે’

‘દાનહમાં માજી સાંસદ મોહન ડેલકરે આદિવાસીઓનો વિકાસ રૂંધ્યો છે’

આદિવાસી દિનની ઉજવણીમાં સાંસદ નટુ પટેલનો આક્ષેપ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:05 AM
‘દાનહમાં માજી સાંસદ મોહન ડેલકરે આદિવાસીઓનો વિકાસ રૂંધ્યો છે’
ગુરુવારે સેલવાસ ટાઉન હોલમાં વિશ્વ આદિવાસી દિનનીમીત્તે એકકાર્યક્રમનુ આયોજન કરાયું હતું.

કારયક્રમમાં સાંસદ નટુભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.માજી સાંસદ સીતારામ ગવળીએ આ પ્રસંગે જણાવ્યુ કે દેશની આઝાદીમા આદિવાસીઓનુ પણ ઘણુ યોગદાન છે,મારા કાર્યકાળ દરમ્યાન પ્રદેશમાં પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી હતી,હાલના સાંસદ જે બે ટર્મથી છે તેઓના દ્વારા પણ પ્રદેશમાંં વિકાસના ઘણા કામો થઈ રહ્યા છે,સાંસદ નટુભાઈ પટેલે ઉદબોધનમા જણાવ્યુ કે માજી સાંસદ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ડેલકરે આદિવાસીના માટે કોઈ જ કામ કર્યું નથી. કહી શાબ્દીક પ્રહાર કરતા અમે સરકારી કોલેજ પ્રદેશમાં લાવ્યા જેનાથી પ્રદેશના આદિવાસીઓને લાભ મળ્યો.મેડિકલ કોલેજ આવી રહી છે.જેમાં હવે પ્રદેશના વિદ્યાર્થીઓ માટે 50સીટની ફાળવણી કરવામાં આવશે જેનાથી દર વર્ષે 25થી વધુ વિદ્યાર્થીઓ ડોક્ટર બનશે.કાર્યક્રમમાંપાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ,માજી સાંસદ સીતારામભાઇ ગવળી,હીરાભાઈ પટેલ સહિત પાર્ટીના પદાધિકારીઓ મોટી સંખ્યામા લોકો ઉપસ્થીત રહ્યા હતા.

X
‘દાનહમાં માજી સાંસદ મોહન ડેલકરે આદિવાસીઓનો વિકાસ રૂંધ્યો છે’
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App