• Gujarati News
  • બાળકી જન્મ લેતા પરિવારમાં શોકની લાગણી કેમ ફરી વળે છે ?

બાળકી જન્મ લેતા પરિવારમાં શોકની લાગણી કેમ ફરી વળે છે ?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકી જન્મ લેતા પરિવારમાં શોકની લાગણી કેમ ફરી વળે છે ?

^આજે જ્યારે પ્રાધા મંત્રી મોદી બેટી બચાવ બેટી પઢાવોનું સૂત્ર ઉચ્ચારી રહ્યા છે દરેક ક્ષેત્રે મહિલાઓએ પોતાનું સ્તિત્વ સાબિત કરી બતાવ્યું છે તેવા સમયે બાળકી જન્મ લેતા પરિવારમાં શોકની લાગણી કેમ ફરી વળે છે આજે દિકરીઓ અાંતરીક્ષ સુધી પોહચી રહી છે અને મૃત માતા કે પિતાની અર્થી ને કાંધ આપવા સુધીનાં દરેક કાર્ય દીકરી કરતી થઇ છે. દાનહ ખાતે મેલ ફીમેલ નો રેસીયો હરિયાણા,રાજસ્થાન જેવો થાય એનું ધ્યાન રાખવું જરૂરી બની ગયું છે. હાલ દાનહ ખાતે 1 હજાર પુરૂષો સોમે મહિલા 761 છે જે ચિંતાનો વિષય બની ગયો છે જેના માટે અમારી સંસ્થા આગળ કાર્યરત રહશે . > આરીફએફ. શેખ, બિંગહ્યુમન સોસાયટી, સેલવાસ

બાળકીનેત્યાજી દેવાની ઘટના ઘૃણાસ્પદ છે ?

^વુમનએન્ડ ચાઈલ્ડ ડેવલોપ મેન્ટ મંત્રાલય દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં બેટી બચાવ બેટી પઢાવો અંતરગત એક વાન દિલ્લી થી આવી હતી જેની સાથે દરેક શેરી મોહલ્લાના નુક્કડ નાટકો કરાયા હતા. પ્રદેશનાં ગામડાઓમાં લોકો જાગૃત થયા છે. 1 થી 6 વર્ષ નાં બાળકોનો સેક્સ રેસીયો સુધરી રહ્યો છે જેને જોતા પ્રશાસને નક્કી કર્યું છે કે દરેક પટેલાદ ખાતે જેતે ગામની પંચાયત કચેરી પર બાળક અને બાળકીનો રેશિયો ગામ લોકોને ખબર પડે રીતે જાહેરમાં માહિતી દર્શાવતું બોર્ડ મુકાશે. મહિલા આજે દરેક ક્ષેત્રે પુરૂષોની બરા બરી કરી રહી છે તેવા સમયે બાળકીને ત્યાજી દેવાની ઘટના ઘૃણાસ્પદ છે.> નમ્રતાપરમાર, મામલતદારસેલવાસ