• Gujarati News
  • ભાસ્કરન્યૂઝ. સેલવાસ

ભાસ્કરન્યૂઝ. સેલવાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ. સેલવાસ

ગતસોમવારે સાંજે દાનહના ગલોંડા ગામે કોઈ જનેતાનવજાત બાળકીને રોડની બાજુમાં ત્યજીને ચાલી ગઇ હતી. બિનવારસી બાળકી નજીકમાં કામ કરતા કેટલાક મજુરોને નજરે ચડતા તેઓ દ્વારા સ્થાનિકોને જાણ કરીને 108ને જાણ કરાતા આનવજાત બાળકીને સેલવાસ સિવિલમાં ખસેડાઈ હતી.

ત્યજી દેવાયલી નવજાત બાળકીની હાલત અંગે સેલવાસ સિવિલનાં હેલ્થ ડાયરેકટર ડો. વી.કે.દાસે જણાવ્યું હતું કે, બાળકી બિલકુલ સ્વસ્થ છે તેમજ અમારો સ્ટાફ બાળકીનું પૂરું ધ્યાન રાખી રહ્યા છે. સવા બે કિલોનું વજન ધરાવતી માસુમ બાળકીને સ્પેશિયલ કેરમાં રખાઈ છે, જેની જાણ અમે સેલવાસ પોલીસને કરી છે. બાળકીને દત્તક લેવા માટેની પ્રક્રિયા માટે પુછવામાં આવતા ડો. દાસે જણાવ્યું હતું કે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.તપાસ બાદ જો બાળકીનું કોઇ વાલી વારશ મળેતો ત્યાર બાદ તેને દત્તક લેવા ઈચ્છુક દંપતીઓ અરજી કરી શકે છે. જો એક થી વધુ અરજી આવે તો કોર્ટ દ્વારા નિર્ણય લઇ જે તે દંપતીને બાળકીનો કબજો સોપાશે. જોકે બાળકીનું લાલન પાલન કેવું થઇ રહ્યું છે માટે થઇ પ્રથમ એક બે વર્ષ કોર્ટ બાળકનો મેડીકલ રીપોટ જોતું હોય છે. હાલતો બાળકી સેલવાસ સિવિલનાં સ્ટાફની દેખરેખમાં ઉછરી રહી છે. બીજી તરફ સેલવાસ એસપી પ્રમોદ મિશ્રાના જણાવ્યા મુજબ પોલીસ તપાસ કરી રહી છે કે બાળકીને કોણ ત્યજી ગયું ,કયા કારણસર બાળકી અહી પોહચી હાલ કોઈપણ તારણ લગાવવું સંભવનથી તપાસ પૂર્ણ થયા બાદ હકીકત સામે આવશે.