સેલવાસમાં ઝૂપડા હટાવવા ગયેલી મામલતદારની ટીમ પરત ફરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ ઝંડાચોક સ્કૂલ નજીકનું દબાણ હટાવવા ગયલી મામલતદારની ટીમે કોર્ટનો સ્ટે બતાવતા પાછું ફરવું પડ્યું હતું. જોકે સરકારના સામે પક્ષેને મુંબઈ હાઇકોર્ટે 21 ઓગસ્ટ સુધી યથાવત પરીસ્થિતી જાળવવાનો સ્ટે આપ્યો હતો. જેની કોપી સેલવાસ પ્રશાસનને મળી ન હતી.

સેલવાસ ઝંડાચોક સ્કૂલ નજીક આવેલ જમીન વિવાદિત હોય શનિવારે સેલવાસ મામલતદારની ટીમ સાથે મોટો પોલીસ કાફલો સ્કૂલ નજીકની આ વિવાદિત જગ્યાએ પહોંચ્યા હતો અને દબાણ વાળી જાગ્યાએ ઝુંપડાઓનું ડિમોલેશનનું કામ શરૂ કર્યું હતું. આ વાતની જાણ સરકારના સામા પક્ષના રમણભાઈ શાહને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતાં. જેમણે ડિમોલિશન માટે આવેલા અધિકારીઓને ગત 25 જુલાઈએ મુંબઈ હાઇકોર્ટ દ્વારા યથાવત પરીસ્થિતિ જાળવી રાખવા આપેલા સ્ટે ઓર્ડરની કોપી આપતા ડિમોલેશનનું કામ રોકી દેવાયું હતું. અને મામલતદારની ટીમે ડિમોલિશન કર્યા વિના પરત ફરવાની ફરજ પડી હતી. જોકે હાઇકોર્ટે આ ઓર્ડર ગત 25 જુલાઈએ કર્યો હતો. તેમ છતાં આજ દિન સુધી પ્રશાસનને કોર્ટના ઓર્ડરની કોપી કેમ ન મળી એવો સવાલ રમણભાઈ શાહે પૂચ્છયો હતો. આમ સેલવાસ ઝંડાચોક સ્કૂલ નજીક વિવાદીત જમીનમાં ઝૂંપડા બાંધી રહેતા લોકોએ હાલ તો હાશકારો અનુભવ્યો છે.

યોગ્ય ન્યાય ન મળતા હાઇકોર્ટનો સહારો લીધો
આ જમીન છેલ્લા 70-80 વર્ષથી સરકાર સાથે મારી માં પ્રભાવતીબેન પ્રાણજીવણદાસ શાહના નામે ચાલી આવેલ છે. જેનો કબ્જો અમારી પાસે છે. આ વિવાદને લઇ અમે સ્થાનિક પ્રશાસનમાં ઘણી લડત કરી છે. કોઈ યોગ્ય ન્યાય ન મળતા અમે મુંબઈ હાઇકોર્ટના સહારો લીધો છે. કોર્ટે અમને સ્ટે આપ્યો હતો. તેમ છતાં આજે સરકારી અધિકારીઓ ડિમોલેશ માટે આવ્યા હતાં. જેઅોને મુંબઈ હાઇકોર્ટના ઓર્ડરની કોપી આપતા તેઓ પાછા ફર્યાં હતાં. રમણભાઈ શાહ, વિવાદિત જમીનના કબ્જેદાર, સેલવાસ

સ્ટે ઓર્ડરની કોપી જોયા બાદ પરત ફર્યા
અમને ઉપરી અધિકારીઓ દ્વારા મળેલા ઓર્ડર મુજબ પોલીસ કાફલા સાથે શનિવારે અમે સેલવાસ ઝંડાચોક સ્કૂલ નજીકનું વિવાદિત જગ્યાનું દબાણ હટાવવા ગયા હતાં. જોકે સામે પક્ષે મુંબઈ હાઇકોર્ટથી એક સ્ટે લીધો હતો. જેમાં આગામી 21 ઓગસ્ટ 2018 સુધી સ્ટેટસકો મેઇટેન કરવાનું જણાવવામાં આવ્યું છે. આ ઓર્ડરની કોપી અમને મળી ન હતી. તેમજ સામે પક્ષે પણ અમને કોઈ જાણ કરી ન હતી. છતાં હાઇકોર્ટના ઓર્ડરની કોપી જોતા અમે ડિમોલિશન કામ બંધ કરી પરત જતા રહ્યા હતાં. ટી.એસ. શર્મા, મામલતદાર સેલવાસ

અન્ય સમાચારો પણ છે...