તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાનહમાં નદી કિનારે લાશ મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાનહના ટીનોડા નદી કિનારે બે ત્રણ યુવકો માછલી પકડવા ગયા હતા ત્યારે અચાનક એમની નજર નદીમાં તણાઈ રહેલી લાશ પર પડતા તાત્કાલિક પોલીસને ફોન કરતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.લાશને બહાર કાઢી આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા એની કોઈ ઓળખ થઇ ન હતી. આ અજાણ્યા ઇસમની ઉમર અંદાજે 50વર્ષથી વધુ હોવાનુ જાણવા મળ્યું છે,પોલીસે લાશનો કબ્જો લઈ હાલમાં ખાનવેલ સબ જિલ્લા હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ ખાનવેલ પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...