તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાનહમાં ગૌચરની જમીન મુદ્દે આદિવાસી સંગઠને રેલી કાઢી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિવાસી સંગઠન દ્વારા ચાલતુ આદિવાસી જંગલ જીવન આંદોલન દાનહ દ્વારા સેલવાસ શહેરમા બાલ ઉદ્યાન ગાર્ડનથી રેલી કાઢી કલેકટર અને ડીસીએફને આવેદનપત્ર આપવામા આવ્યુ હતું.

વર્ષોથી જંગલમા આવેલ ગૌચરણની જગ્યાનો પશુઓના ચરવા માટે ઉપયોગમા લેવામા આવે છે. જેને હાલમા વનવિભાગ દ્વારા તારખૂંટાઓ બાંધવામા આવી રહ્યા છે એ પણ ગ્રામસભામા કે ગામના પ્રતિનિધિઓને કોઈપણ જાતની જાણકારી આપવામા આવતી નથી. જેના વિરોધમાં જંગલ જીવન આંદોલન સમિતિ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જેના પ્રતિનિધિઓ કલેકટર અને વનવિભાગના અધિકારીઓને લેખિત આવેદનપત્ર આપી અમારી માંગણી અંગે યોગ્ય પગલા લેવા અંગે જણાવ્યુ હતું. આ રેલીમા પ્રદેશના 70ગામના લોકો મોટી સંખ્યામા જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...