તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દાદરાની બંધ દુકાનનું શટર તુટ્યું, 50 હજારનો સામાન ચોરાયો

દાદરાની બંધ દુકાનનું શટર તુટ્યું, 50 હજારનો સામાન ચોરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાદરાનહેર નજીક હનુમાનજી મંદિર પાસે શ્રી આશાપુરા કિરાણા જનરલ સ્ટોર આવેલો છે. રવિવારની મોડીરાતે કેટલાક તસ્કરો દુકાનનું શટર તોડી દુકાનમાં પ્રવેશ્યા હતા. દુકાનદાર પ્રવીણભાઈના જણાવ્યા પ્રમાણે રવિવારની રાત્રે દસ વાગ્યાના સુમારે દુકાન બંધ કરી ઘરે ગયા હતા. સોમવારે સવારે પાંચ વાગ્યાના સુમારે બાજુની ચાલીમાં રહેતા એક વ્યક્તિ દ્વારા મને જાણવા મળ્યું હતું કે, દુકાનનું શટર તૂટેલી હાલતમાં છે. આવીને દુકાનમાં જોતા લગભગ 50,000(પચાસ હજાર) રૂપિયાના ચાઇના મેડ મોબાઈલ અને રીચાર્જ કુપન ચોરાઈ હતી. જેની જાણ દાદરા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનને કરાઈ હતી. દાનહમાં ફરીવાર દુકાનના શટર તોડી ચોરી કરનારી ટુકડી સક્રિય થઇ રહી છે. હવે દાનહ પોલીસે રાત્રિનું પેટ્રોલિંગ વધારી આવા ચોરોને નાથવાની તાતી જરૂર હોવાની વાત આસપાસના દુકાનદરોએ જણાવી હતી.