• Gujarati News
  • િશક્ષક ભરતી પ્રક્રિયામાં થયેલી ગોબાચારીમાં રજૂઆત

િશક્ષક ભરતી પ્રક્રિયામાં થયેલી ગોબાચારીમાં રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ | દાનહિજલ્લા પંચાયતમાં હાલમાં િશક્ષકોની કરવામાં આવેલી ભરતીમાં આદરવામાં આવેલી ભારે ગોબાચારીને લઇ કોંગ્રેસ પ્રમુખ મોહનભાઇ ડેલકરે પ્રશાસક આશિષ કુન્દ્રાને રૂબરૂ મળી રજૂઅઆત કરી હતી. ડેલકરના જણાવ્યા અનુસાર ભરતી પ્રક્રિયામાં સેંકડો િશક્ષિત યુવાનો સાથે ભારે અન્યાય કરવામાં આવ્યો છે. સંપૂર્ણ પ્રક્રિયા રાજકીય લાભ ખાટવાના ઇરાદે કરવામાં આવી છે. ભેદભાવયુકત વ્યવહારને કારણે પ્રદેશના સેંકડો ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા છે. િશક્ષણ જેવા ક્ષેત્રમાં રાજકારણ ખેલવામાં આવ્યું હોય અતિ ગંભીર મામલાને ભેદભાવ, ભ્રષ્ટાચાર, સગાવાદ તથા રાજકીય દ્વેશભાવથી દૂર રાખી િશક્ષિત યુવાનો ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.