Home » Daxin Gujarat » Vapi » Silvassa » Silvassa - વાપીના 12 ગામને સેલવાસની કંપની દ્વારા છોડાતા પ્રદૂષણથી ગંભીર અસરની ભીતિ

વાપીના 12 ગામને સેલવાસની કંપની દ્વારા છોડાતા પ્રદૂષણથી ગંભીર અસરની ભીતિ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:30 AM

ગ્રામજનોની કલેક્ટર,દાનહ પ્રદૂષણ કંટ્રોલ બોર્ડને ફરીયાદ

  • Silvassa - વાપીના 12 ગામને સેલવાસની કંપની દ્વારા છોડાતા પ્રદૂષણથી ગંભીર અસરની ભીતિ
    દાનહના વાઘછીપા ગામ અને વાપી તાલુકાના ચિભડ઼કચ્છ,કરમખલ,નાની તંબાડી,મોટી તંબાડી સહિતના ગામમાથી પસાર થતી ફોકીયા ખનકીમા કેટલીક કંપનીઓ દ્વારા સીધેસીધુ કેમિકલ વાળુ પાણી છોડવાને કારણે પ્રવાહી પ્રદુષણ અંગે વલસાડ કલેક્ટરને લેખિતમા રજુઆત કરવામા આવી છે.

    જેમા જણાવ્યા અનુસાર દાદરા નગર હવેલીના સેલવાસના ડોકમરડી તથા આમળીમા આવેલ ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા પ્રદુષિત પ્રવાહીથી ગામના લોકોની ખેતીવાડી માનવ આરોગ્ય,પશુધન તેમજ જીવ શ્રુષ્ટિને ગંભીર અસરો થઇ રહી છે,ડોકમરડી તથા આમળીમા આવેલ ભીમરાન પોલીસ્ટર પ્રાઇવેટ લિમિટેડ,એશે ફેબ્રિક,હિન્દુસ્તાન લીવર પ્રા,લી.,શ્રીજી વોર,ઓલ ટાઈમ પ્લાસ્ટિક પ્રા,લી આ એકમોમાંથી કેમિકલ વાળુ પાણી સીધુ છોડવામા આવે છે,જેના કારણે ફોકીયા ખનકી જે વાઘછીપા, ચિભડ઼કચ્છ, કરમખલ, નાની તંબાડી,મોટી તંબાડીમાથી પસાર થાય છે જે પ્રદૂષિત થતાે માનવ આરોગ્ય અને પશુધનને અને જીવ શ્રુષ્ટિને ગંભીર નુકશાન થઇ રહ્યુ છે.આ પ્રદુષિત પાણીના કારણે માછલીઓ પણ મરણ પામ છે. આ ખનકીનું પાણી એકદમ દુર્ગંધ મારી રહ્યુ છે.ઢોરઢાંખરને પણ પીવા યોગ્ય પણ રહ્યુ નથી.આ કંપનીઓ સામે તાત્કાલિક ધોરણે તપાસ કરી ગ્રામ્ય વિસ્તારને પ્રદુષણ મુક્ત કરાવવા વિનંતી કરી છે.આ બાબતે કાર્યવાહી કરવા ગ્રામજનોએ વલસાડ કલેકટર સાથે સેલવાસ કલેકટર,પોલ્યુશન કંટ્રોલ બોર્ડ,કપરાડા ધારાસભ્ય અને વાપી મામલતદારને પણ લેખિત રજુઆત કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ