• Gujarati News
  • ગત સોમવારે નજીવી બાબતે દાદરાની જેમ્સ વોકર ઇનમાર્ક નામની

ગત સોમવારે નજીવી બાબતે દાદરાની જેમ્સ વોકર ઇનમાર્ક નામની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગત સોમવારે નજીવી બાબતે દાદરાની જેમ્સ વોકર ઇનમાર્ક નામની કંપનીમાં કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેનો બદલો લેવા એક કર્મચારી સુનીલ હળપતિએ ગુરૂવારે સાંજે ઘાત લગાવી સંતોષ પાસવાન ઉપર હુમલો કરતા તેને બચાવવા વચ્ચે પડેલો તેનો મિત્ર પવન અંજની કુસાવા પર અચાનક લાકડાં વડે હુમલો થતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં પવનનું શુક્રવારે મોડીરાત્રે સારવાર દરમિયાન મોત નિપજતાં પોલીસે સુનિલ હળપતિ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ શનિવારે કોર્ટમાં હાજર કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સોમવારે દાદરાની જેમ્સ વોકર ઇનમાર્ક નામની કંપનીમાં કામ કરતા સુનીલ રાવ્યા હળપતિ રહે. દાદરા અને સંતોષ લલ્લન પાસવાન રહે. દાદરા વચ્ચે નાની સરખી બાબતે ઝઘડો થયો હતો. જેનો બદલો લેવા સુનીલ હળપતિએ ગુરૂવારે સાંજે 6 વાગ્યાના સુમારે ઘાત લગાવી ફળ ફળિયા ખાતે રહેતા સંતોષ પર અચાનક હુમલો કર્યો હતો. કંપનીમાં થયેલા ઝઘડાથી અજાણ એવો પવન સંતોષને બચાવવા જતા સુનીલે પવનના માથાના ભાગે લાકડાનો જોરદાર ઘા કર્યો હતો. હુમલામાં પવન લોહીલુહાણ થતા તેને108 દ્વારા સેલવાસ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પીએસઆઈ નરેશ પટેલે સુનીલ રવ્યા હળપતિ વિરુદ્ધ 307 નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બીજીતરફ શુક્રવારની મોડીરાત્રે પવન અંજની કુશવાનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે સુનીલ હળપતિ, રહે.દાદરા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી શનિવારે તેને સેલવાસ કોર્ટમાં હાજર કરતા કોર્ટે 3 દિવસના પોલિસ રીમાન્ડ મંજૂર કર્યા છે.