• Gujarati News
  • ડુંગરી હાઇવે ઉપર યાન ભરેલી ટ્રક પલટી, ચાલકનો ચમત્કારીક બચાવ

ડુંગરી હાઇવે ઉપર યાન ભરેલી ટ્રક પલટી, ચાલકનો ચમત્કારીક બચાવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડનાંડુંગરી નેહા-નં 8 ઉપર બાલાજી કંપની સામે બામ ખાડીના પુલ પર મંગળવારે મોડી સાંજે 3 કલાકે ભરૂચથી યાન ભરેલી ટ્રક સેલવાસા તરફ જઇ રહી હતી.તે દરમિયાન ડુંગરીના બામ ખાડી ઉપરથી પસાર થતી વેળાએ ટ્રક ચાલકને ઝોકંુ આવતા ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક ડીવાયડર સાથે ધડાકા ભેર સાથે અથડાઇ પલટી મારી ગઇ હતી.ત્યારે ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો.

અંકીત રોડ લાઇન્સ બરોડાની ટ્રક ભરૂચ દહેજની સુભલ્ક્ષમી ટેકસ્ટાઇલ કંપનામાંથી યાન ભરી આવતી ટ્રકનો જીજે-06-ઝેડઝેડ-9392 જે મંગળવારે મોડી સાંજે સેલવાલસા સીલ્લી એક પોતાનીજ કંપનીમાં જતા ડુંગરી નજીકના નેહા-નં 8 ઉપરથી બાલાજી કંપનીના સામે બામ ખાડીના પુલ ઉપરથી પસાર થતી વેળાએ ટ્રક ચાલક સુિનલ કુમાર રાજપાલને અચાનક ચાલુ ટ્રકે ઝોકું આવતા સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક બામ ખાડીના ડીવાયડર સાથે ધડાકા ભેર સાથે અથડાઇ ટ્રક ફંગોળાઇ પલટી મારી જતા ટ્રકનો ખુર્દો બોલી ગયો હતો પરંતુ બનાવમાં ટ્રક ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો.જે અંગે આરોપી ટ્રક ચાલકે પોતે ફરીયાદી બની નજીકનાં ડુંગરી પોલીસ મથકે ટ્રક ચાલક સુનિલ રાજપાલ ઉ.24 (રહે સુરત પલસાણા) ફરીયાદ નોધાવી હતી. જે અગેની આગળની વધુ તપાસ ડુંગરી પોલીસ કરી રહી છે.

વલસાડ ડુંગરી ને.હા.નં.8 બામ ખાડીના પુલ ઉપર ટ્રક પલટી મારી ગઇ હતી.