તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાગબારામાં 2 હજાર કિલો ખેરના લાકડા સાથે બે ઇસમો ઝડપાયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાગબારામાં 2 હજાર કિલો ખેરના લાકડા સાથે બે ઇસમો ઝડપાયાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાગબારાનજીકથી વન વિભાગે ટ્રેકટરમાં 2 હજાર કિલો જેટલા ખેરના લાકડા લઇ જતાં બે ઇસમોને ઝડપી પાડયાં છે. સાગબારા તાલુકામાં આવેલાં જંગલ વિસ્તારમાં લાકડા ચોરી થતી હોવાની ફરિયાદ બાદ વન વિભાગે વોચ ગોઠવી હતી. બંને ઇસમો પાસેથી ટ્રેકટર સહિત 4.49 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

કુંભીકોતર જંગલ વિસ્તારમાથી જંગલચોરીના લાકડા ભરાનાર હોવાની માહિતીના આધારે વન સંરક્ષક સંદિપકુમારના માર્ગદર્શન હેઠળ નાયબ વન સંરક્ષક સાદિક મુંનબર આર.એફ.ઓ.બી.પી.વસાવા,એફ.યુ.રાઠોડ,એસ.ડી.બારૈયા,પી.એલ.ગોહિલ તથા તેમની ટીમે સાથે રાતના 11.30 કલાકે વોચ ગોઠવી હતી જે દરમ્યાન બાતમી મુજબના ટ્રેકટરની તલાશી લેવામાં આવતાં તેમાંથી ખેરના તાજા કાપેલાં લાકડા મળી આવ્યાં હતાં.

વન વિભાગે સંજુભાઈ દિલીપભાઈ પાડવી અને દશરથભાઈ ગોડીયાભાઈ વસાવા બન્ને રહે.મહારાષ્ટ્રને ઝડપી લઈ તેમની અટક કરી સાગબારા વન કચેરી ખાતે લઈ જવામાં આવ્યાં હતાં. ટ્રેકટરમાંથી 2 હજાર કિલો જેટલાં ખેરના લાકડા મળી આવ્યાં હતાં. વન વિભાગે લાકડા તથા ટ્રેકટર મળી 4.49 લાખ રૂપિયાનો મુદ્દ્દામાલ કબ્જે કરી તથા બન્ને આરોપીની પૂછપરછ શરૂ કરી છે.

જંગલોમાંથી લાકડા ચોરી વેચવાનું ચાલી રહેલું કૌભાંડ

4.49 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો

સાગબારામાં 2 હજાર કિલો ખેરના લાકડા સાથે બે ઇસમો ઝડપાયાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો