તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંદિરનું રંગરોગાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદ્યશકિત મા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રી આડે ગણતરીના દિવસો બાકી રહયાં છે ત્યારે નર્મદા જિલ્લાના સેલંબા ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સેલંબા ખાતે આવેલાં અંબે માતાજીના મંદિરને રંગરોગાન કરી નવો ઓપ આપવામાં આવ્યો છે તેમજ મેદાનને પણ ગરબા રસિકો માટે તૈયાર કરવામાં આવી રહયું છે.

નવરાત્રી એટલેમાં આધ શકિતીની ઉપાસનાનો પર્વ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ગરબા રસિકો અને ખૈલેયાઓને કોઈ પણ પ્રકારની અગવડના પડે તે હેતુસર અંબેમાતા મંદિરના પટાગણને સાફ સફાઈ કરાઇ રહી છે. મંદિરની આજુબાજુ અવનવા રંગોના પરદા અને લાઈટીંગ દ્વારા શણગારાઇ રહ્યા છે. અને સાથે સાથે અંબેમાતા મંદિરને પણ સાફ સફાઈ કરી રંગરોગાન કરી તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

અંબેમાતા ભકત મંડળ દ્વારા મંદિર ખાતે CCTV કેમેરાનું પણ આયોજન કરવામાં આવી રહ્યુ છે. પહેલી તારીખથી શરૂ થનાર નવલા નોરતાની સેલંબાના ગરબા રસિકો અને ખૈલેયાઓ ગરબે તેમજ રાસ ઘુમવા થનગનાટ અનુભવી રહ્યા છે.જેને ધ્યાને લઈ સેલંબા અંબેમાતા માઈ ભકત મંડળ દ્વારા મંદિર તેમજ પટાગણને સાફ સફાઈ કરી ગરબે ઘુમવા તૈયાર કરી રહ્યા છે.મંદિરને પણ રંગરોગાન કરી નવરાત્રીની તડામાર તૈયારી શરૂ તેને આખરી ઓપ આપી દીધો છે. નવરાત્રીના દસ દિવસ દરમિયાન માંઇ ભકતો ગરબે રમી માતાજીની આરાધના કરશે.

ગ્રાઉન્ડ પર ગરબા રસિકોની સલામતી રહે તે માટે સીસીટીવી કેમેરા પણ મુકવામાં આવશે

અંબે માતાજીના મંદિરે રંગરોગાન કરી આખરી ઓપ અપાઇ રહ્યો છે.

સેલંબામાં નવલા નોરતાની ચાલી રહેલી તૈયારીઓ

અન્ય સમાચારો પણ છે...