• Gujarati News
  • જિલ્લામાં ચોરીના બનાવો ડામવા ચેકિંગ હાથ ધરાયું હતું

જિલ્લામાં ચોરીના બનાવો ડામવા ચેકિંગ હાથ ધરાયું હતું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદાજિલ્લામાં વધતા જતા બાઈક ચોરીના બનાવો ડામવા માટે જિલ્લા પોલીસ વડાએ એકસન પ્લાન ઘડી ટીમો બનાવી સઘન ચેકિંગ કરાવાતા મહારાષ્ટ્રના અક્કલકુવાના એક તસ્કરને ઝડપી પાડી પાડ્યો હતો.તેની તપાસમાં જિલ્લામાંથી ચોરી કરાયેલી 15 બાઈસ જપ્ત કરી વે રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી.

જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજરના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની સૂચનાથી જિલ્લામાં સઘન ચેકિંગ કરવા અને રાત્રીના પેટ્રોલિંગ વધારી શંકાસ્પદ ઇસમો પર નજર રાખવા હુકમો કર્યો હતો. જેમાં નર્મદા એલ.સી.બી.ના પો..સ.ઈ. એસ.એસ.પવાર, તથા તેમની ટીમ જિલ્લામાં સતત ચેકિંગ શરૂ કરી અને તમામ પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા હતા. જેમાં 31મી માર્ચની રાત્રીએ સેલંબા બજારમાથી સંદીપ થદારામ મહેથાણીની બાઇક તેમના દુકાનના આગળના ભાગેથી ચોરી થઇ હતી. મોટરસાયકલ ચોરી અંગે તેઓએ સાગબારા પોલીસ સ્ટેશનમા ફરિયાદ આપતા સાગબારાના પો.સ.ઈ એસ.જે. બારિયા પોતાની ટીમ સાથે મહારાષ્ટ્રમાં મોટર સાયકલ ચોરી સાથે સંકળાયેલ શકમંદોની તપાસ કરતા ચોરાયેલી મોટરસાઇકલ . ખોજલીયા વનીયા પાડવી જે બીજલી ગવાણ, તા.અક્કલકુવા,જિ. નંદુરબાર (મહારાષ્ટ્ર) ખાતે રહે છે. જે અંગેની બાતમી મળતા તેની અટક કરી તેમજ ચોરાયેલી બાઇક પણ કબજે કરી હતી.

અગાઉ દેડિયાપાડાના પો.સ.ઈ. એ.એમ.ગઢવી સહિતના એલ.સી.બી.ની ટીમ ભેગા મળી નાકાબંધી કરી દેડિયાપાડાના માંચ ગામે કરી અને તમામ વાહનોનું ચેકિંગ કરતા હતા. દરમિયાનમાં ભગતસિંહ વસાવામૂળ રહેવાસી મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવાને પકડી પૂછપરછ કરતા 13 બાઈક ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે તેની પાસેથી જે બાઈકો કબજે પણ કરી લીધી જેમાં રાજપીપળા વિસ્તારની 3 બાઈકો , ડેડીયાપાડામાંથી 1, બારડોલીમાંથી 1, સોનગઢમાંથી 1 નવસારીમાંથી 1 એમ કુલ 13 બાઈકો પોલીસે ચોર પાસેથી જપ્ત કરી છે.

રાજપીપળા

નર્મદા જિલ્લામાંથી બાઈકસની ઉઠાંતરી કરનાર તસ્કર ઝડપાયો