તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દેડીયાપાડાના બોગઝમાં 14 લોકોને ઝાડા ઉલટી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેડીયાપાડાના બોગઝમાં 14 લોકોને ઝાડા-ઉલટી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેડીયાપાડાતાલુકાના બોગઝ ગામે 14 લોકોને અચાનક ઝાડાઉલટી થતાં તેમને સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા છે. ઘટના બાદ આરોગ્ય વિભાગની ટીમે ગામમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો છે. માત્ર મહીલાઓ અને યુવતીઓને ઝાડા ઉલટી થતાં ફૂડ પોઇઝનિંગને કારણે ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહયું છે.

નર્મદા જિલ્લામાં વિવિધ પ્રકારના રોગચાળા વકરી રહયાં છે. તાજેતરમાં રાજપીપળા શહેરમાંથી બે દર્દી શંકાસ્પદ ડેન્ગયુના મળી આવ્યાં છે. સાગબારાના બોગઝ ગામે ઝાડા-ઉલટીનો વાવર સામે આવ્યો છે. બોગઝમાં અેક સાથે 14 લોકોને ઝાડાઉલટી થતાં દોડધામ મચી ગઇ હતી. તમામને સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા છે. દર્દીઓમાં માત્ર મહીલાઓ તથા યુવતીઓનો સમાવેશ થવા જાય છે. બાબતની જાણ નર્મદા જિલ્લાના આરોગ્ય સમિતિનાં ચેરમેન આનંદ વસાવા,જિલ્લા પંચાયતના સભ્ય દામુભાઇ વસાવાએ સામુહિક આરોગ્ય કેંદ્ર ખાતે જઇ દર્દીઓની મુલાકાત લીધી હતી. તેમણે આરોગ્ય કેન્દ્રના તબીબ સાથે દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તથા ગામમાં તકેદારીના પગલાં ભરવામાં આવે તે માટે સુચના આપી હતી. ગામમાં રહેતી મહિલાઓ તથા યુવતીઓની તબિયત લથડી છે. હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહયો છે ત્યારે પ્રસાદી આરોગ્યા બાદ તેમને ફૂડ પોઇઝનિંગ થયું હોવાની શકયતાઓ જોવાઇ રહી છે.

દેડીયાપાડના બોગઝ ગામે 14 મહીલાઓ અને યુવતીઓ ઝાડાઉલટીનો શિકાર બની હતી. સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી.

તકેદારીના પગલાં ભરવા સુચના આપી

^બોગઝગામમાં માત્ર મહિલાઓ અને યુવતીઓ રોગચાળાનો ભોગ બની છે. ગણેશજીની આરતી બાદ પ્રસાદી આરોગવાથી ફૂડ પોઇઝનિંગ થયું હોવાની શકયતા છે. આરોગ્ય વિભાગને તકેદારીના તમામ પગલાં ભરવા સુચના આપી છે. >આનંદ વસાવા,ચેરમેન, આરોગ્ય સમિતિ, નર્મદા જિ.પં.

મહિલાઓ-યુવતીઓની તબિયત લથડી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો