તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાગબારામાં કર્મચારીઓની ઘટથી અરજદારોને હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાગબારામાં કર્મચારીઓની ઘટથી અરજદારોને હાલાકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાગબારાતાલુકામાં આવેલી સરકારી કચેરીઓમાં કર્મચારીઓની ઘટને કારણે અરજદારોને હાલાકી પડી રહી છે. આખા તાલુકામાં 05 નાયબ મામલતદાર અને 40થી વધારે તલાટીઓની જગ્યાઓ ખાલી હોવાથી અરજદારોના કામો વિલંબથી થઇ રહયાં છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં એક તલાટી પાસે 8 થી 10 ગ્રામ પંચાયતોનો હવાલો હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.

આદિવાસી સમાજની બહુલ વસતિ ધરાવતાં સાગબારાના વિવિધ વિસ્તારોમાંથી અરજદારો મામલતદાર ક્ચેરી ખાતે 7/12, 8(અ)ના ઉતારા, ખેતરના કટીયા આવક-જાતિના દાખલા તથા સોગંદનામા મેળવવા માટે આવતાં હોય છે. પરંતુ મામલતદાર ક્ચેરી ખાતે અપૂરતા સ્ટાફના અભાવે ગામડામાંથી આવતા લોકોને ધરમ ધક્કા ખાવાનો વારો આવે છે. અપુરતા સ્ટાફથી કામ થતું નથી જેથી આખો દિવસ રોકાયને પાછા જવાનો વારો આવે છે. ગામડાઓમાંથી આવતાં લોકોને ભુખ્યાં આખો દિવસ કચેરીમાં પસાર કરવો પડે છે.

5 ના.મામલતદાર, 40 તલાટીની જગ્યા ખાલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો