સાર સમાચાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાર સમાચાર
લાયન્સ ઝોન ચેરમેન પદે મૌલિક નાયક
ગણદેવી લાયન્સ ડિસ્ટિ્રકટ ગર્વનર પી.ડી.ખેડકરે લાયન્સ કલબ ગણદેવીના હાલના પ્રમુખ મૌલિક નાયકને બિરદાવી ડિસ્ટિ્રકટ ૩૨૩-એફ-૨ના રિજીયન ગણાતા ઝોન ક ાાની કલબના ચેરમેન તરીકે નિમણૂંક કરતા આનંદ ફેલાયો છે. તેઓ ૧લીથી તેમનો કાર્યભાર સંભાળશે.
કીમની પી.કે. દેસાઈ વિધાલયનું ગૌરવ
કીમ ગુજરાત ઉરચતર માઘ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૨ સાયન્સની પરી ાામાં પી. કે. દેસાઈ વિધાલય કીમમાં અભ્યાસ કરતી વિધાર્થિની પાયલ રાજેશભાઈ પરમારે બાયોલોજી ગ્રુપ ૯૬.૭૪ પર્સન્ટાઈલ રેન્ક મેળવી કીમ કેન્દ્રમાં પ્રથમ આવવાનું બહુમાન પ્રાપ્ત કર્યુ છે. પાયલ પરમારે પ્રાપ્ત કરેલ સિદ્ધિ બદલ શાળાના ટ્રસ્ટી, આચાર્ય સમાજના અગ્રણીઓ તેમજ પરિવારે નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.
ટકારમા ગામે સિન્ડીકેટ બંેકનો ગ્રાહકમિલન
ટકારમા ઓલપાડ તાલુકાના ટકારમા પાટીયે આવેલી સિન્ડીકેટ બેંક. એરથાણ બ્રાંચનો ગ્રાહક મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં આસી. મેનેજર પવનકુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે બેંકની પ્રગતિ વિશે જાણકારી આપી હતી. આ પ્રસંગે ગામના ડો. કમલેશભાઈ પટેલને પુષ્પ ગુરછ આપી સન્માનીત કર્યા હતાં. આજુબાજુના છ ગામના ખેડૂતોને ૨૫ કિશાન ક્રેડિટ કાર્ડનું વિતરણ સંદીપનાથના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સિન્ડિકેટ બેંકના ગ્રાહકોએ પ્રશ્નોતરી કરી હતી જેનું નિરાકરણ મેનેજરે કર્યું હતું.. આભારવિધિ નરેન્દ્રભાઈ કટારીયાએ કરી હતી.