સાયણમાં કેબલ ચોરાતા ફોન સેવા ઠપ
સાયણગામમાં ઓવરબીજનું કામ ચાલી રહ્યું છે. ગામની મધ્યે મુખ્ય માર્ગ પર ખોદકામ કરવાથી વર્ષો પહેલા બી.એસ.એન.એલ દ્વારા લેન્ડલાઈન ફોન સેવા માટે નાંખેલા અંદર ગાઉન્ડ કેબલો કપાઇ જવાની ઘટનાઓ બની રહી છે. ફોન અને ઇન્ટરનેટ સેવા સત્વરે શરૂ કરવા માટે મુખ્ય માર્ગ પર ખુલ્લામાં કેબલ નાંખવામાં આવ્યા છે.
ત્યારે બી.એસ.એન.એલ દ્વારા પ્રથમ તબક્કે મોહન પાર્ક કોમ્પલેક્ષ સામે જે દિવસે નવો કેબલ નાંખ્યો હતો તે રાત્રે કેબલ ચોરી થવાની ઘટના બની હતી. ૪૦૦ કોર નો ૩૦ મીટર લાંબો કેબલ ચોરી થઈ જતા બી.એસ.એન.એલ દ્વારા ચોરાયેલો કેબલની જગ્યાએ નવો નાંખવાની કામગીરી કરી હતી. ત્યાર બાદ બેંક ઓફ બરોડા સામે ખોદકામ કરવાથી જમીનમાંથી કેબલ ખુલ્લો થયો હોય તે મંગળવારની રાત્રે ચોરો ફરીવાર આશરે ૩૦ મીટર લાંબો કેબલ કાપી ને ચોરી કરી ગયા છે. જ્યારે કેબલ ચોરી થઈ જવાથી મોટી સંખ્યામાં લેન્ડલાઈન ટેલીફોન સહિત ઇન્ટરનેટ સેવા બંધ થતા બી.એસ.એન.એલના અધિકારી તપાસ કરતા ઘટના બહાર આવી હતી.
2 લાખના કેબલની ચોરી
બી.એસ.એન.એલવિભાગનાસુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ૪૦૦ કોર નો ૩૦ મીટર જેટલો કેબલ ની અંદાજીત કિંમત લાખ થી વધુ થાય છે જેથી અત્યાર સુધીમાં ૩૦ મિટર જેટલો બે વાર કેબલ ચોરી થતા અંદાજીત લાખથી વધુના કેબલની ચોરી થઈ છે. બી.એસ.એન.એલ ની ટેલીફોન અને ઇન્ટરનેટ સેવા ખોટકાતા જનતાએ મુસ્કેલીનો સામનો કરવો પડે છે.