તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વરજાખણમાં દેશી દારૂ પકડાયો

વરજાખણમાં દેશી દારૂ પકડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાતાલુકાના વરજાખણ ગામે પોલીસે બાતમી આધારે છાપો મારતાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી તેમજ રસાયણ અને દેશી દારૂ મળી કુલ 16 હજારનો મુદામાલ કબ્જે કરી મહિલાની ધરપકડ કરી હતી. જયાંરે દેશીદારૂનો ગોળ પહોંચાડનાર ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

વ્યારા તાલુકાનાં વરઝાંખણ ગામે રહેતી લીલીબેન ફૂલસીંગભાઇ ચૌધરીનાં ઘરે બપોરનાં સમયે પોલીસે છાપો મારતા ઘરની પાછળનાં ભાગે દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ચઢાવવામાં આવી હતી. જે પોલીસે રંગેહાથ ઝડપી પાડી હતી. સ્થળ પરથી 80 લીટર દેશીદારૂ મળી આવ્યો હતો. જયાંરે 940 લીટર દારૂ ગાળવાનું રસાયણ તેમજ દારૂ બનાવવાનાં સાધનો મળી કુલ 16900 રૂપિયાનો મુદામાલ ઝડપી પાડયો હતો.