• Gujarati News
  • ઉકા તરસાડિયા યુનિ.માં કોન્વોકેશન સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

ઉકા તરસાડિયા યુનિ.માં કોન્વોકેશન સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉકા તરસાડિયા યુનિ.માં કોન્વોકેશન સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

ભાસ્કર ન્યૂઝ. બારડોલી

બારડોલીપ્રદેશ કેળવણી મંડળ દ્વારા ઉકા તરસાડીયા યુનિર્સિટી સ્થાપિત કરી હતી, જેમાં દ્વિતીય પદવીદાન સમારોહ યાજાયો હતો, જેમાં 950 વિદ્યાર્થીને વિવિધ વિદ્યાશાખા જેવી કે ફાર્મસી, એન્જિનિયરિંગ, કમ્પ્યૂટર સાયન્સ એન્ડ ટેકનોલોજી, કોમ્પ્યૂટર એપ્લીકેશન, મેનેજમેન્ટ, બાયટેકનોલોજી, કેમેસ્ટ્રી ફીઝીકલ એજ્યુકેશનના સ્નાતક અને અનુસ્નાતક કક્ષામાં પ્રથમ આવવા બદલ સુવર્ણ ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતાં.

સમારોહના પ્રમુખ અને યુનિર્વસિટીના કાર્યકરી પ્રમુખ કિરીટભઈ પટેલે સમારોહની પારંપારિક રીતે શરૂઆત કરાવી હતી. સમારંભની શરાતમાં મહેમાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા આમંત્રિતોને યુનિર્વસિટીના કુલપતિ ડો. દિનેશ શાહે શબ્દોથી આવકાર આપ્યો હતો. તેમણે જણાવ્યું કે સને 1999માં માત્ર 60 વિદ્યાર્થીઓની અને 4 શિક્ષકોથી શરૂ કરેલી માલીબા કોલજ આજે 7500 વિદ્યાર્થી અને 400 શિક્ષકો દ્વારા પ્રગતિના પંથે છે.

પદવીદાન સમારોહમાંમાં મુખ્ય મહેમાન તરીકે જે. એચ. એમ હોટલ યુએએસએના સ્થાપક તથા સંશોધક તરીકે વિખ્યાત હાલમાં ઓરો યુનિ.ના કુલપતિ હસમુખભાઈ રામાએ જણાવ્યું કે સાચુ જ્ઞાન નથી. જે વિચારશક્તિથી પ્રતિપાદિત થાય. પરંતુ તો છે કે જે મનુષ્યને સ્વની ઓળખ આપે. તેમણે પોતાના મેનેજમેન્ટ અને સંચાલકનના બહોળા અનુભવ દ્વારા વિદ્યાર્થીઓને 10 કૌશલ્ય જેવા કે જિંદગીમા લક્ષ્યો હાંસલ કરવા માટે સુનિશ્ચિતતા સ્થાપિત કરી અગ્રીમતા, નવીન વિચારશીલતા, સર્જનાત્મકતા સાથે વ્યક્તિગત અને વ્યવસાયીક જિંદગી વચ્ચે સુમેળ દ્વારા સપના સાકાર કરવા માટે પ્રેરણા આપી હતી. તેમણે વિદ્યાર્થીને આત્મવિશ્વાસ સાથે સ્વમાં છુપાયેલી શક્તિને પારખી ધૈર્ય રાખી પોત પોતાના માર્ગદર્શક બનવા જણાવ્યું હતું. કિરીટભાઈ પટેલે પદવીદાન સમારોહમાં અધ્યક્ષ સ્થાનેથી ઉકા તરસીયા યુનિર્વસિટીના ઈતિહાસની ઝાંખી કરાવી હતી. ડો. ચૌહાણે યુનિર્વસિટીના ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલની કર્મનિષ્ઠા અને તેમની સર્મપિતતા દ્વારા હેંશા યુનિર્વસિટી પર તેમની દૃષ્ટી રહે એવી શુભકામના વ્યક્ત કરી હતી. અંતમાં તોઓ પદવી મેળવનારા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને અભિનંદન પાઠવી કાર્યક્રમમાં ભાગ લઈ સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

સાચું જ્ઞાન છે, જે મનુષ્યને સ્વની ઓળખ આપે

સમારોહ

ઉકા તરસાડીયા યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સ