• Gujarati News
  • National
  • નવસારીમાં સજીવ ખેતી મંડળીમાં 200થી વધુ ખેડૂતો ભાગીદાર બન્યા

નવસારીમાં સજીવ ખેતી મંડળીમાં 200થી વધુ ખેડૂતો ભાગીદાર બન્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીકૃષિ યુનિવર્સિટીના વિજ્ઞાન કેન્દ્ર અને જિલ્લા પંચાયત દ્વારા આયોજિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રય ખાતે પ્રધાનમંત્રી કૃષિ વિકાસ યોજના અંતર્ગત રાજયમાં સૌ પ્રથમ નવસારી જિલ્લા સજીવ ખેતી સહકારી મંડળીની રચના કરાઈ હતી અને તેમાં 200 ઉપરાંત ખેડૂતો ભાગીદાર બન્યા હતા.સજીવ ખેતી સેમિનારનો કૃષિ યુનિ.ના ઉપકુલપતિ ડો.સી.જે.ડાંગરીયાએ પ્રારંભ કર્યો હતો.

કૃષિ યુનિ.ના ઉપકુલપતિ ડો.સી.જે.ડાંગરીયાએ જણાવ્યુંા હતું કે, આઝાદી બાદ દેશના કૃષિ વિકાસમાં હરિયાળી ક્રાંતિનો મુખ્યડ ફાળો રહ્યો છે. દેશમાં અનાજની તંગીને પહોંચી વળવા વધુ ઉત્પાિદન આપતી જાતોના ઉપયોગ સાથે રાસાયણિક ખાતરનો વધારે ઉપયોગથી ધીરે ધીરે આપણી જમીનની તંદુરસ્તીગ જોખમાઇ.ખેતી પાકોમાં વધારે પડતા પાણીના ઉપયોગના કારણે રોગોનું પ્રમાણ વધ્યુ જેને નિયંત્રણ કરવા વધારે પ્રમાણમાં પેસ્ટી સાઇનો ઉપયોગથી જમીનની તંદુરસ્તી પર અસર પડી. જેની સીધી અસર માનવીના જીવન પર પડી છે. જેના કારણે આજે કેન્સાર જેવો રોગો વધ્યાી છે. આવા સંજોગોના કારણે વધતી જતી વસતિને ખોરાકની જરૂરિયાતને પહોંચી વળવા જમીનની તંદુરસ્તીે જાળવણી ખૂબ જરૂરી બને છે. જમીનને ઉત્પાયદકતા ટકાવી રાખવા સજીવ ખેતી એક વિકલ્પસ રહ્યો છે.

નવસારી જિલ્લામાં સજીવ ખેતી સહકારી મંડળીની રચનાથી એક નવા યુગના જોડાણ થયા છે. દેશી ગાય, ગીર ગાય આધારિત સજીવ ખેતી અપનાવી ખેડૂતો આગળ આવ્યાે છે. નાના મોટા ખેડૂતો સંકલિત થઇ રાજયમાં પ્રથમ સજીવ ખેતી મંડળી બનાવી આગળ આવ્યાી છે. આપણે સજીવ ખેતી તરફ આગળ વધીશુ તો માનવજાતને મોટો ફાયદો થશે અને ખેડૂતોને પણ તેના ઉત્પા દનના સારા ભાવો મળશે. રાજય સરકાર પણ ઓર્ગેનિક યુનિવર્સિટી બનાવવા આગળ આવી છે. કૃષિ યુનિ.એ. પણ ઓર્ગેનિકક્ષેત્રે ઘણી પ્રોડકટ બનાવી છે. યુનિ.ના વૈજ્ઞાનિકો પણ સજીવ ખેતી તરફ આગળ વધ્યાટ છે. સજીવ ખેતીમાં નવસારી જિલ્લાના ખેડૂતો વધારે રસત લઇ આગળ વધી રહ્યા છે. મંડળીની રચના કરી ઓર્ગેનિક ક્ષેત્રે ડગ માંડતા ખેડૂતોને શુભેચ્છાછ પાઠવી હતી. નવસારી જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરાએ જણાવ્યુંી હતું કે, કૃષિ યુનિ.ના તમામ વિભાગો એક ટીમ તરીકે કાર્ય કરી રાષ્ટ્રપ લેવલે કૃષિવિજ્ઞાન કેન્દ્રે સિદ્ધિ પ્રાપ્તય કરી છે.

અન્ય સમાચારો પણ છે...