• Gujarati News
  • સાયણ સુગરમાં આધ્યસ્થાપકની પ્રતિમાનું અનાવરણ

સાયણ સુગરમાં આધ્યસ્થાપકની પ્રતિમાનું અનાવરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સહકારીક્ષેત્રના પ્રણેતા અને સામાજિક કાર્યકર તેમજ સાયણ સુગરના અધ્યાસ્થાપકના સ્વ. મગનભાઈ પટેલ હવે પ્રતિમા સ્વરૂપે સાયણ સુગરના વિકાસની પ્રતિતિ કરાવશે. સાયણ સુગર ખાતે યોજાયેલ સ્વ. મગનકાકાની પ્રતિમા અનાવરણ વિધિ કાર્યક્રમમાં સહકારી આગેવાનો અને સભાસદોની વિશાળ હાજરી વચ્ચે કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો.

ઓલપાડ તાલુકાના સિયાદલા ગામના વતની અને સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના અધ્યસ્થાપક પ્રમુખ સ્વ. મગનભાઈ ડાહ્યાભાઈ પટેલની પ્રતિમા અનાવરણ વિધિનો કાર્યક્રમ આજરોજ સાયણ સુગર ફેક્ટરી ખાતે કમ્પાઉન્ડમાં સીમરથુ ગામના સ્વાતંત્રય સેનાની જગુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભવોની હાજરીમાં દીપ પ્રાગટ્ય વિધિ કરાયા બાદ સ્વ. મગનકાકાની પ્રતિમા અનાવરણ વિધિ વ્રજલાલ બાબુભાઈ પટેલના હસ્તે કરાઈ હતી.

બાદમાં સંસ્થાના પ્રમુખ કેતન પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ, ચેરમેન માનસિંગ પટેલ તથા સુરત ડિ. કો. બેંકના ચેરમેન દિલીપભાઈ ભક્ત સહિતના અગ્રણીઓએ સ્વ. મગનકાકાની પ્રતિમાને પુષ્પગુચ્છ વડે શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. જ્યારે કાર્યક્રમને અનુરુપ સાયણ સુગરના ચેરમેન કેતન પટેલે ઉપસ્થિત મહાનુભવો અને સભાસદોને સંબોધતા તેમને સાયણ સુગરના અધ્યસ્થાપક સ્વ મગનભાઈ પટેલ કે જેમણે સાયણ સુગર રૂપી વટવૃક્ષ વાવી ખેડૂતો માટે જીવાદોરીનું ક્ષેત્ર ઊભુ કરી આર્શીવાદરૂપ કરેલી કામગીરીને બિરદાવી હતી. સાથે સ્વ. મગનભાઈ પટેલના જીવન ચરિત્ર તથા સહકારી અને સામાજિક પ્રવૃત્તિ વિશે હ્યદ્ય દ્વાવક સંબોધન કરતાં ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતાં. સાથે સાયણ સુગરના અધ્યસ્થાપક પ્રમુખ સ્વ. મગનભાઈ પટેલ હવે પ્રતિમાના સ્વરૂપે સુગરના વિકાસની પ્રતિતિ કરાવશે, એવું સાયણ સુગરના ચેરમેન કેતન પટેલે જણાવ્યું હતું. પ્રસંગે ભીખાભાઈ ઝવેર તેમજ માનસિંગ પટેલે સ્વ. મગનભાઈ પટેલ અને વ્રજલાલ પટેલે સંસ્થાના વિકાસમાં આપેલો સિંહફાળો અંતે વિગતવાર ચર્ચા કરી હતી. સમારંભના અધ્યક્ષ જગુકાકાએ પણ સંસ્થાના સ્થાપના સમયે અનેકવિધ પડકારનો સ્થાપના કરીને પણ સંસ્થાના કાર્યરત કરવા પ્રતિબદ્ધ થયા હોવાનું જણાવ્યું હતું. અનાવરણ વિધિ સમારોહના અંતે સાયણ સુગરના એમડી જનાર્દન જોષીએ આભારવિધિ કરી હતી.

ઓલપાડ તાલુકાની જીવાદોરી સમાન સાયણ સુગર ફેક્ટરીમાં આયોજિત એક સમારોહમાં સંસ્થાના આદ્યસ્થાપક સ્વ. મગનભાઈ પટેલની પ્રતિમાની અનાવરણ વિધિ પ્રસંગે