ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Daxin Gujarat » Bardoli District » Sayan» કામરેજ દાદા ભગવાન મંદિરે માનવ જીવન અંગે પરિસંવાદ

    કામરેજ દાદા ભગવાન મંદિરે માનવ જીવન અંગે પરિસંવાદ

    DivyaBhaskar News Network | Last Modified - Jan 14, 2015, 05:00 AM IST

    શિલ્પીની દૃષ્ટિએ દરેક પથ્થરમાં મૂર્તિ છુપાઇ છે ભાસ્કરન્યૂઝ. કામરેજ કામરેજચાર રસ્તા પાસે આવેલ દાદા ભગવાન...
    • કામરેજ દાદા ભગવાન મંદિરે માનવ જીવન અંગે પરિસંવાદ
      કામરેજ દાદા ભગવાન મંદિરે માનવ જીવન અંગે પરિસંવાદ
      શિલ્પીની દૃષ્ટિએ દરેક પથ્થરમાં મૂર્તિ છુપાઇ છે

      ભાસ્કરન્યૂઝ. કામરેજ

      કામરેજચાર રસ્તા પાસે આવેલ દાદા ભગવાન મંદિરના કમ્પાઉન્ડમાં સ્થિત હોલિસ્ટિક સાયન્સ રિર્ચસ સેન્ટર માં શનિવારે પોઝિટિવ દ્રષ્ટિ, માનવ જીવન એક અદભુત પ્રયોગ અને જીવન સાર્થકરતાનો સરળ માર્ગ જેવા વિષયો પર એક દિવસીય પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

      કાર્યક્રમમાં પોઝીટીવ દ્રષ્ટિ પર પ્રદીપાનંદજીએ જણાવ્યું હતું કે જીવનમાં રોજ બરોજ બનતા પ્રંસગો અને આધિ-વ્યાધિ-ઉપાધિનો અનુભવ થાય તેવા સંયોગમાં જગત સંસાર વ્યવહાર આપણો પડઘો છે. માટે પડધા પોઝિટીવ રાખશો. અવળી સમજણથી દુ:ખ છે. સવળી સમજણથી સુ:ખ છે. કોને શુ આવડે છેω તે શોધી કાઢવાનું હોય કોને શુ નથી આવડતુω તે જાણવાનુ ના હોય. શિલ્પીની દ્રષ્ટિએ દરેક પથ્થરમાં મુર્તિ છૂપાયેલી છે. તે ભગવાનની મૂર્તિ કંડારી દે તે ખરો શિલ્પી છે. ત્યારબાદ માનવ જીવન પર સ્વામી ડો.શૈલેષાનંદજીએ જણાવ્યું હતું કે, માનવ જીવનનુ મુલ્ય કેમω મનુષ્યગુણ કેવા હોવા જોઈએω શું આપણે સ્વતંત્ર કર્તા છીએω જીવનમાં ફરજીયાત અને મરજીયાત શુω આવા જાવન-પ્રયોગના વણઉકેલ્યા રહસ્યો અને તેનુ ગૃહયતમ વિજ્ઞાન સાદી-સરળ ભાષામાં પાવર પોઈન્ટની આધૂનીક ટેકનોલોજીની મદદથી સ્પષ્ટ કરી લોકોને ઊંડા વિચારોમાં રાચતા કરી દીધા હતા. અંતે જીવન સાર્થકરતાનો સરળ માર્ગ વિશે બિહારીઆનંજીએ ઇહલોક અને પરલોક અંગે ઉપસ્થિત ભાવિક ભકતો સાથે વિષદ ચર્ચા કરી હતી.

      કામરેજ દાદા ભગવાન મંદિરમાં પરિસંવાદમાં હાજર રહેલા મહાનુભાવો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bardoli District Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કામરેજ દાદા ભગવાન મંદિરે માનવ જીવન અંગે પરિસંવાદ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Daxin gujarat

    Trending

    Top
    `