કામરેજ દાદા ભગવાન મંદિરે માનવ જીવન અંગે પરિસંવાદ

શિલ્પીની દૃષ્ટિએ દરેક પથ્થરમાં મૂર્તિ છુપાઇ છે ભાસ્કરન્યૂઝ. કામરેજ કામરેજચાર રસ્તા પાસે આવેલ દાદા ભગવાન...

DivyaBhaskar News Network | Updated - Jan 14, 2015, 05:00 AM
કામરેજ દાદા ભગવાન મંદિરે માનવ જીવન અંગે પરિસંવાદ
શિલ્પીની દૃષ્ટિએ દરેક પથ્થરમાં મૂર્તિ છુપાઇ છે

ભાસ્કરન્યૂઝ. કામરેજ

કામરેજચાર રસ્તા પાસે આવેલ દાદા ભગવાન મંદિરના કમ્પાઉન્ડમાં સ્થિત હોલિસ્ટિક સાયન્સ રિર્ચસ સેન્ટર માં શનિવારે પોઝિટિવ દ્રષ્ટિ, માનવ જીવન એક અદભુત પ્રયોગ અને જીવન સાર્થકરતાનો સરળ માર્ગ જેવા વિષયો પર એક દિવસીય પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં પોઝીટીવ દ્રષ્ટિ પર પ્રદીપાનંદજીએ જણાવ્યું હતું કે જીવનમાં રોજ બરોજ બનતા પ્રંસગો અને આધિ-વ્યાધિ-ઉપાધિનો અનુભવ થાય તેવા સંયોગમાં જગત સંસાર વ્યવહાર આપણો પડઘો છે. માટે પડધા પોઝિટીવ રાખશો. અવળી સમજણથી દુ:ખ છે. સવળી સમજણથી સુ:ખ છે. કોને શુ આવડે છેω તે શોધી કાઢવાનું હોય કોને શુ નથી આવડતુω તે જાણવાનુ ના હોય. શિલ્પીની દ્રષ્ટિએ દરેક પથ્થરમાં મુર્તિ છૂપાયેલી છે. તે ભગવાનની મૂર્તિ કંડારી દે તે ખરો શિલ્પી છે. ત્યારબાદ માનવ જીવન પર સ્વામી ડો.શૈલેષાનંદજીએ જણાવ્યું હતું કે, માનવ જીવનનુ મુલ્ય કેમω મનુષ્યગુણ કેવા હોવા જોઈએω શું આપણે સ્વતંત્ર કર્તા છીએω જીવનમાં ફરજીયાત અને મરજીયાત શુω આવા જાવન-પ્રયોગના વણઉકેલ્યા રહસ્યો અને તેનુ ગૃહયતમ વિજ્ઞાન સાદી-સરળ ભાષામાં પાવર પોઈન્ટની આધૂનીક ટેકનોલોજીની મદદથી સ્પષ્ટ કરી લોકોને ઊંડા વિચારોમાં રાચતા કરી દીધા હતા. અંતે જીવન સાર્થકરતાનો સરળ માર્ગ વિશે બિહારીઆનંજીએ ઇહલોક અને પરલોક અંગે ઉપસ્થિત ભાવિક ભકતો સાથે વિષદ ચર્ચા કરી હતી.

કામરેજ દાદા ભગવાન મંદિરમાં પરિસંવાદમાં હાજર રહેલા મહાનુભાવો.

X
કામરેજ દાદા ભગવાન મંદિરે માનવ જીવન અંગે પરિસંવાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App