• Gujarati News
  • National
  • ધી ઓલપાડ, સાયણ કિમ સહકારી મંડળીનો ઉપ પ્રમુખ દારૂના કેસમાં વોન્ટેડ

ધી ઓલપાડ, સાયણ- કિમ સહકારી મંડળીનો ઉપ પ્રમુખ દારૂના કેસમાં વોન્ટેડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિમપોલીસ સ્ટેશનનો સ્ટાફ ટકારમાં ગામે પ્રોહિબિશનની રેડમાં જતા તપાશ દરમિયાન દેશી દારૂ બનાવીને વેચાણ કરતી હળપતિ મહિલા બુટલેગર રંગે હાથે ઝડપાતા પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મહિલા બુટલેગરને દેશી બનાવટનો દારૂ બનાવવા માટેનો ગોળ ઓલપાડના પરિમલ મોદીએ આપ્યાનું નોંધાતા કિમ પોલીસે પરિમલ મોદીને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરી છે.

વિગતવારની માહિતી મુજબ ગત તારીખ 10મી માર્ચ 2017 ના રોજ કિમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ કિમ પોલીસ સ્ટેશનની હદમાં પ્રોહીબીશનની રેડકરવા ટકારમાં ગામના લીંબડા ફળિયામાં આવતા ત્યાં ઘરના વાડામાં ઉભેલી મહિલા કોકિલાબેન રમેશભાઈ વલ્લભભાઈ રાઠોડના ઘરના વાળના ભાગે પોલીસને ત્રણ પતરાના ડબ્બાઓમાં ગોળ પાણીનું રસાયણ, બાજુમાં રાખેલી કેનમાંથી આશરે 9 લીટર દેશી દારૂ ભરેલ હોઈ સદર કિંમત રૂપિયા 240 નો મુદ્દામાલ સાથે મહિલા બુટલેગરને પકડી તેના વિરુદ્ધ કિમ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ ની કલમ 65 ઈ,એફ 81 મુજબનો ગુનો નોંધી તપાશ હાથધરી હતી. જેમાં ટકારમાં ગામની હળપતિ મહિલાને દેશી બનાવટનો દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો ગોળ કોણ આપી ગયેલ તે બાબતે મહિલાએ ...અનુ. પાના નં.2

જણાવેલ કે દારૂ બનાવવાનો ગોળ પરિમલ મોદી રહે ઓલપાડના આપી ગયેલા હોઈ જેથી સદર ગુન્હામાં પરિમલ મોદીને કિમ પોલીસે વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ પણ કિમ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટની કલમ 65 ઈ,એફ 81 મુજબનો ગુનો નોંધી વધુ તપાશ હાથધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ટકારમાં ગામની મહિલા બુટલેગરને દેશી દારૂ બનાવવા માટેનો ગોળ સપ્લાય કરનાર ઓલપાડનો પરિમલ મોદીએ ઓલપાડ તાલુકાની અગ્રગણ્ય કહેવાતી ઘી ઓલપાડ, સાયણ કિમ નાગરિક ધિરાણ સહકારી મંડળીમાં ઉપપ્રમુખ પદે પણ છે. ત્યારે પરિમલ મોદી રીતે દેશી દારૂ બનાવવાનો ગોળ સપ્લાય કરવામાં કિમ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ જાહેર કરાતા ઓલપાડમાં સહકારી ક્ષેત્રે ખળભરળાટ ઊઠ્યો છે.

પરિમલ મોદી વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ છે

ધી ઓલપાડ, સાયણ કિમ નાગરિક ધિરાણ સહકારી મંડળીનો ઉપ પ્રમુખ અને કુડિયાના ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં સભ્ય અને ઓલપાડમાં સામાજિક પવૃત્તિ કરતી સંસ્થા એલાયન્સ ક્લ્બ ઓફ ઓલપાડમાં પણ ઉપ પ્રમુખ પદે હોઈ ત્યારે વિવિધ હોદ્દા ધરાવતો પરિમલ મોદી પ્રોહીબીશનના ગુનામાં પોલીસ દફ્તરે વોન્ટેડ જાહેર થતા ઓલપાડમાં ચકચાર મચી જવા પામી છે. આટલું નહીં પણ સહકારી સંસ્થાઓ સહિત રાજકીય પક્ષ સાથે સાથે સંકરાયેલ પરિમલ મોદી દેશી દારૂ બનાવવાનો ગોળ સપ્લાય કરવામાં વોન્ટેડ થવું શરમજનક ઘટના હોવાનુ લોકો માની રહ્યા છે.

મહિલા બુટલેગરને દેશી બનાવટનો દારૂ બનવવા ગોળ પરિમલ મોદીએ આપ્યો હતો

અન્ય સમાચારો પણ છે...